ગુજરાતમાં આ જગ્યાએ વીજળી પડતાં મહિલા સહિત બે બળદ ના થયા મોત.

Published on: 7:13 pm, Fri, 18 September 20

રાજ્યમાં કેટલા દિવસથી અનેક જગ્યાએ છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં નાના જાંબુડા ગામે વીજળી પડતા એક મહિલા સહિત બે બળદના મોત થયા છે. ભારે વરસાદ પડતા વરસાદથી બચાવવા બળદોને ઝાડ નીચેથી છોડાવવા જતાં વીજળી પડી હતી. ભારે વરસાદથી મુંગા પશુઓને બચાવવા જતાં 50 વર્ષીય મહિલાનું મોત થયું છે.

હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીના પગલે સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં બપોરે બે કલાકમાં જ આભ ફાટયું હોય તેમ ભારે 11 ઈંચ વરસાદ ઝીંકાતા પાણીની રેલમછેલ થઇ ગઇ હતી. રસ્તાઓ, ખેતરો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. માંગરોળ તાલુકામાં પણ ચાર કલાકમાં સાડા પાંચ ઇંચ વરસાદ પડ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!