રોડ ક્રોસ કરી રહેલા પરિવારને યમદૂત બનીને આવેલી ઈકો કારે 50 ફૂટ દૂર હવામાં ઉડાડયા, દાદી અને પૌત્ર કરુણ મોત… જુઓ રૂવાટા ઉભા કરી દેતો અકસ્માતનો વિડીયો….

Published on: 11:41 am, Wed, 10 May 23

વિસનગર(Visanagar): હાલમાં તો રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. રસ્તા પર બેફામ રીતે વાહન હકાવતા વાહનચાલકોના કારણે અનેક વાર ગંભીર અકસ્માતની ઘટનાઓ સર્જાતી હોય છે. એના કારણે કેટલાય નિર્દોષ લોકોએ અત્યાર સુધીમાં પોતાના જીવ ગુમાવ્યા હશે. ઘણી વખત પોતાની બેદરકારીના કારણે પણ ઘણા વાહન ચાલકો અકસ્માતનો શિકાર બનતા હોય છે.

ત્યારે હાલમાં વિસનગરમાં બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. વિસનગરના ભાન્ડુ હાઇવે રોડ ક્રોસ કરી રહેલા પરિવારને ઊંઝા તરફથી ઉપાડ ઝડપે આવતી ઇકો કારે અડફેટેમાં લીધો હતો. અકસ્માતની ઘટના આટલી ગંભીર હતી કે આ ઘટનામાં દાદી અને પૌત્રએ પોતાનો જીવ ગુમાવ્યો છે. સમગ્ર અકસ્માતની ઘટના સ્થળે નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કઈ રીતે થઈ ગઈ હતી.

હાલમાં આ હચમચાવતા ઘટનાના સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. વિગતવાર વાત કરીએ તો ભાન્ડુ ગામમાં આવેલ ચિત્રોડીયાવાસમાં રહેતા મંગુબેન જૂજારજી, તેમનો પૌત્ર સોહમકુમાર મહેશજી ઠાકોર, સાહિલકુમાર સંતોષજી ઠાકોર અને તેજલ બેન ગોવિંદભાઈ ઠાકોર સહિતના ગામમાં આવેલ રણછોડ પરમાર સંબંધીના લગ્ન હોવાથી તેમના ઘરે જમણવારમાં જવા માટે નીકળ્યા હતા.

જમણવારમાં જવા માટે તેઓ મહેસાણા ઊંઝા ભાન્ડુ હાઇવે ગેટ એક નંબર ક્રોસ કરી રહ્યા હતા. આ દરમિયાન ઊંઝા તરફથી આવતી ઝડપી ઇકો કારે પરિવારના ચારેય સભ્યોને અડફેટેમાં લીધા હતા. આ અકસ્માતની ઘટનામાં મંગુબેન ઠાકોરનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. અકસ્માતની ઘટના બનતા જ ગામના લોકો ઘટના સ્થળે મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા.

ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા સોહમ કુમાર, સાહિલ કુમાર અને તેજલ બેનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ ડ્રાઇવર ગાડી ઘટના સ્થળે મૂકીને જ ફરાર થઈ ગયો હતો. ત્યાર પછી સ્થાનિક લોકોએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને શોધવાની કામગીરી શરૂ કરી દીધી છે.

હાલમાં આ ઘટનાના સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. અકસ્માતની ઘટના આટલી ગંભીર હતી કે બંને મહિલાઓને બાળકો હવામાં 50 ફૂટ દૂર ફંગોળાઈને જમીન પર પડ્યા હતા. અકસ્માતની ઘટના જોઈને ભલભલા લોકોના રુવાડા ઊભા થઈ ગયા છે. આ અકસ્માતની ઘટનામાં મંગુબેનનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. જ્યારે 12 વર્ષના સોહમ કુમારનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો