સુરતના ભાજપના સિનિયર કાર્યકરના દીકરાને ડમ્પર ચાલકે ચુંદી નાખ્યો, બહેનની નજરની સામે ભાઈનું રિબાઈ રિબાઈને મોત… વ્હાલસોયા દીકરાનું મોત થતાં માતાનું હૈયાફાટ રુદન…

Published on: 12:50 pm, Wed, 10 May 23

સુરત(Surat): શહેરમાં બનેલી વધુ એક હિટ એન્ડ રનની(Hit and run) ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક ડમ્પર ચાલકે મોપેડ ને જોરદાર ટક્કર લગાવી હતી. જેના કારણે આ ગંભીર અકસ્માતની ઘટના સર્જાય છે. આ ઘટના સુરતના પાલ(Pal) વિસ્તારમાં બની હતી. વિગતવાર વાત કરે તો સુરતના ભાજપ(BJP) વોર્ડ નંબર નવના સિનિયર કાર્યકરનો પુત્ર ડમ્પરની નીચે કચડાઈ ગયો હતો. આ કારણસર તેનું ઘટના સ્થળે જ રિબાઈ રિબાઈને મોત થયું હતું.

અકસ્માતની ઘટના બનતા જ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. બનાવની જાણ થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને તપાસ હાથ ધરી છે. ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો સુરત શહેરમાં અવારનવાર અકસ્માત ના બનાવો વધી રહ્યા છે.

બે દિવસ પહેલા હજુ સુરતના પાલ હજીરા રોડ ઉપર એક ભયંકર અકસ્માતની ઘટના બની હતી. ત્યારે પાલ વિસ્તારમાં આજે ફરી એક વખત અકસ્માતની ઘટના બની છે. આ અકસ્માતની ઘટનામાં સુરતના ભાજપ વોર્ડ નંબર નવના સિનિયર કાર્યકરના 14 વર્ષીય દીકરા ભવ્યનું મોત થયું છે.

જાણવા મળી રહ્યો છે કે ભવ્ય અને તેની બહેન તેના મામીનો જન્મદિવસ ઉજવવા માટે ગયા હતા. જન્મદિવસ ઉજવીને પરત ફરી રહ્યા હતા, આ દરમિયાન ભવ્ય ની બહેન મોપેડ ચલાવી રહી હતી. ત્યારે કાળમુખા ડમ્પરે મોપેડને જોરદાર ટક્કર લગાવી હતી. આ ઘટનામાં ભવ્ય ગંભીર રીતે જાગ્રસ્ત થયો હતો આ કારણોસર તેનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું.

આ ઘટનામાં ભવ્યાની બહેનોને ઈજા પહોંચી હતી, તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ ડમ્પર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયું હતું. સમગ્ર ઘટના બન્યા બાદ સ્થાનિક લોકો દ્વારા ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. અકસ્માતની ઘટના બનતા આજે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા, પોલીસે સમગ્ર ઘટનાને લઈને ડમ્પર ચાલક સામે ગુનો નો દિને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અકસ્માતની ઘટનાનો ભોગ બનનાર ભવ્ય પટેલ અને તેની બહેનના પિતા નું નામ ભરતભાઈ પટેલ છે. ભરતભાઈ પટેલ વોર્ડ નંબર નવના ભાજપના ખૂબ જ વર્ષોથી સિનિયર કાર્યકરતા રહ્યા છે. આ ઉપરાંત ભરતભાઈ સમાજ સેવાના કાર્યો પણ કરે છે. ભરતભાઈ પટેલ વ્યવસાય બિલ્ડર હોવાનું જાણવા મળી રહ્યું છે. માત્ર 14 વર્ષના દીકરાનું મોત થતાં જ પરિવાર ઉપર દુઃખનો પહાડો તૂટી પડ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરતના ભાજપના સિનિયર કાર્યકરના દીકરાને ડમ્પર ચાલકે ચુંદી નાખ્યો, બહેનની નજરની સામે ભાઈનું રિબાઈ રિબાઈને મોત… વ્હાલસોયા દીકરાનું મોત થતાં માતાનું હૈયાફાટ રુદન…"

Leave a comment

Your email address will not be published.


*