બાઈક લઈને જઈ રહેલા ડીલેવરી બોયને રસ્તામાં નડ્યો ગંભીર અકસ્માત, ડીલેવરી બોય મૃત્યુ… અકસ્માતનું કારણ જાણીને ચોકી ઉઠશો…

Published on: 9:45 am, Sat, 29 October 22

ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક બાઈક બસ સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં બાઈક ચાલક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે.

સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો ગંભીર અકસ્માતની ઘટના ભુજ થી માધાપર તરફ આવતા રોડ ઉપર બની હતી. આ રોડ ઉપર સ્મૃતિ વનના ગેટ નંબર 1 ની સામે રોડ ઉપર બંને તરફ મોટા મોટા સ્પીડબેકર બનાવી દેવામાં આવ્યા છે. જેના કારણે ઘણા વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે.

મળતી માહિતી અનુસાર આ સ્પ્રેડ બેકર કોઈપણ પ્રકારના દિશા સૂચક વિના ખડકી દેવામાં આવ્યા છે. જેના કારણે સાંજના સમયે માધાપર તરફ જતી એક બાઈક બેકાબુ બનીને આગળ જતી બસ સાથે અથડાઈ હતી. આ અકસ્માતની ઘટનામાં બાઈક ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.

અકસ્માતની ઘટના બન્યા બાદ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું છે. આ ઘટના બનતા જ મૃતક યુવકના પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો. મૃત્યુ પામેલા યુવકનું નામ આદિશ શેખ હતું.

તે એક ખાનગી ઓનલાઇન કંપનીમાં ડીલેવરી બોય તરીકેનું કામ કરતો હતો. આદિશ પોતાની બાઈક લઈને માધાપર તરફ જઈ રહ્યો હતો. ત્યારે રસ્તામાં સ્મૃતિ વન સામેના ટેકરા સમાન જંપમાં તેને બાઈક ઉપરથી કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે તેની બાઈક આગળ જઈ રહેલી ખાનગી બસ સાથે અથડાઈ હતી.

આ અકસ્માતની ઘટનામાં આદિશના માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માત બન્યા બાદ તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન આદિશને મોત આંબી ગયું હતું. આદિશનું મૃત્યુ થતાં તેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "બાઈક લઈને જઈ રહેલા ડીલેવરી બોયને રસ્તામાં નડ્યો ગંભીર અકસ્માત, ડીલેવરી બોય મૃત્યુ… અકસ્માતનું કારણ જાણીને ચોકી ઉઠશો…"

Leave a comment

Your email address will not be published.


*