ઊંઘમાં સુતેલી મહિલાના મોઢામાં ખતરનાક સાપ ઘૂસી ગયો, ત્યારબાદ કંઈક એવું બન્યું કે…હિમ્મતવાળા લોકો જ વીડિયો જોજો – જુઓ વિડિયો…

Published on: 3:22 pm, Thu, 17 November 22

મિત્રો સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. અમુક વીડિયો જોઈને આપણે ખડખડાટ હસી પડતા હોઈએ છીએ અને અમુક વીડિયો જોઈને આપણે આશ્ચર્યચકિત થઈ જતા હોઈએ છીએ. તમે ઘણી એવી ઘટનાઓ સાંભળી હશે જેમાં લોકોના કાન કે નાકમાં કીડા વગેરે ધુસી જતા હોય છે.

આ ઘટનામાં એક મહિલાના મોઢામાં સાપ ઘૂસી ગયો હતો. જેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.મળતી માહિતી અનુસાર એક મહિલા હતી, ત્યારે અચાનક જ તેના મોઢાની અંદર સાપ ઘૂસી ગયો હતો. ત્યારબાદ ડોક્ટરે ખૂબ જ મુશ્કેલીથી તે સાપને બહાર કાઢ્યો હતો.

જેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. ઘટનાના વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક મહિલા બેભાન થઈને પડી છે અને ડોક્ટરે તેના મોંમાં લાઈટેડ સ્ટીક નાખી છે. સ્ટીક ની મદદથી ડોક્ટર મહિલાના મોઢામાંથી સાપ બહાર કાઢવાનો પ્રયાસ કરે છે.

ત્યારબાદ સાપને પકડીને ડોક્ટર ધીમે ધીમે મહિલાના મોઢામાંથી સાપ બહાર કાઢે છે, ત્યારબાદ સાપને જોઈને તો ત્યાં હાજર ડોક્ટર પણ ડરી ગયા હતા.આ વિડીયો ક્યાંનો છે અને ક્યારનો છે તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. જેથી અમારી વેબસાઈટ આ વીડિયોની કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતું નથી.

વાયરલ થઈ રહેલો વિડિયો ટ્વીટર પર @FascinateFlix નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોના કેપ્શન માં જણાવ્યું છે કે, જ્યારે મહિલા સૂઈ રહી હતી ત્યારે તેના મોઢાની અંદર ચાર ફૂટ લાંબો સાપ ઘૂસી ગયો હતો, જેને ડોક્ટર દ્વારા બહાર કાઢવામાં આવ્યો છે.

માત્ર 11 સેકન્ડનો આ વિડીયો અત્યાર સુધીમાં લાખો લોકોએ જોયો છે. વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને ઘણા લોકો તો વિડીયો જોઈને આશ્ચર્યચિત થઈ ગયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ઊંઘમાં સુતેલી મહિલાના મોઢામાં ખતરનાક સાપ ઘૂસી ગયો, ત્યારબાદ કંઈક એવું બન્યું કે…હિમ્મતવાળા લોકો જ વીડિયો જોજો – જુઓ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*