ગ્રીષ્મા વેકરીયા ના કોલેજ મિત્રએ કોર્ટમાં જુબાની આપી જુબાની,કહ્યુ કે ફેનીલ કોલેજમાં આવ્યો અને બોલ્યો કે આજે…

Published on: 6:21 pm, Mon, 14 March 22

સુરતના કામરેજ તાલુકામાં પાસોદરા પાટીયા નજીક 12 ફેબ્રુઆરીના રોજ એક તરફી પ્રેમમાં એક યુવકે જાહેરમાં ગ્રીષ્મા વેકરીયા નામની દીકરીનો જીવ લઇ લીધો હતો. દીકરી ગ્રીષ્માના પિતા આફ્રિકા હોવાથી તેના અંતિમ સંસ્કાર બે દિવસ સુધી કરવામાં ન આવ્યા હતા.

આફ્રિકાથી સુરત આવેલા પિતાએ દીકરી ગ્રીષ્માના મૃત્યુના સમાચાર સાંભળીને તે ત્યાં જ જમીન પર ઢળી પડ્યા હતા. આ ઘટનાના કારણે સમગ્ર પાટીદાર સમાજમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે.દીકરી ગ્રીષ્માની અંતિમ યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. ઉપરાંત મહિલાઓ પણ મોટી સંખ્યામાં અંતિમ યાત્રામાં જોડાઈ હતી. અંતિમ યાત્રા વખતે ત્યાં હાજર તમામ લોકોની આંખમાં આંસુ હતા.

લોકો હાલ જલ્દીથી જલ્દી આ દીકરી ને ન્યાય મળે તેની રાહ જોઈ રહ્યા છે. ત્યારે આ સમયે દીકરી ના પિતાનું પણ નિવેદન સામે આવ્યું છે અને તેને જણાવ્યું કે મારી દીકરીને તાત્કાલિક ન્યાય મળવો જોઈએ અને આરોપીને સજા મળવી જોઈએ.યુવતીના પિતાએ એવું પણ કહ્યું કે સરકાર દ્વારા અમને પૂરો સહકાર આપવામાં આવ્યો છે.

અમને મળતી માહિતી મુજબ ગ્રીષ્મા વેકરીયા મામલે અત્યાર સુધીમાં 65 થી પણ વધારે લોકો ની જુબાની લેવામાં આવી છે અને સાક્ષીઓના જુબાની લેવાની સાથે સાથે દીકરીના મામા તેમજ દીકરી ની બેનપણી અને તેના કોલેજ મિત્રના અને ફેનીલ જે સોસાયટીમાં રહેતો હતો ત્યાંના પ્રમુખની પણ જુબાની લેવામાં આવી છે.

કોટની અંદર હાલ અત્યારે ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે અને જાણવા પણ મળ્યું છે કે આરોપી દ્વારા થોડા સમય પહેલાં કતારગામની અંદર ઈનોવા ગાડી ની ચોરી કરી હતી અને પોલીસ દ્વારા તેની ધરપકડ પણ કરવામાં આવી હતી. દીકરીના મિત્રો દ્વારા જુબાનીમાં જાણવા મળ્યું છે કે જે દિવસે આ ઘટના બની ત્યારે ફેનીલ કોલેજની અંદર આવ્યો અને તેને અમને બધાને પૂછ્યું કે ગ્રીષ્મા ક્યાં છે? ત્યાર પછી ફેનીલ એ કહ્યું કે આજે તેના ઘરે જોવા જેવી થશે અને ત્યાર પછી તે ઉશ્કેરાઇને ચાલ્યો ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગ્રીષ્મા વેકરીયા ના કોલેજ મિત્રએ કોર્ટમાં જુબાની આપી જુબાની,કહ્યુ કે ફેનીલ કોલેજમાં આવ્યો અને બોલ્યો કે આજે…"

Leave a comment

Your email address will not be published.


*