શું તમને જરૂરિયાત કરતાં પણ વધારે લાગે છે તરસ?આ ગંભીર બીમારીનો હોઈ શકે છે સંકેત

Published on: 6:10 pm, Mon, 14 March 22

આપણે અહીં ઉનાળાની ની ઋતુ માં ખુબ જ વધારે ગરમી પડે છે તેથી તમારે વધુ પાણી પીવું પડશે, પરંતુ જો તમને વધુ પડતી તરસ લાગે છે, તો તમારે સમયસર સાવચેત રહેવાની પણ ખુબ જ જરૂર છે, કારણ કે આ ડાયાબિટીસના પ્રારંભિક લક્ષણો હોઈ શકે છે.બ્લડ સ્તર તરત જ તપાસવુ જોઈએ.આ સાથે,એ પણ જરૂરી છે કે તમે ડાયાબિટીસના કેટલાક પ્રારંભિક લક્ષણોને ઓળખો.

ડાયાબિટીસના લક્ષણો

1.વારંવાર તરસ લાગવી 
ડાયાબિટીસમાં વારંવાર તરસ લાગવાની સમસ્યા થઈ શકે છે. જ્યારે લોહીમાં શુગરનું પ્રમાણ વધી જાય છે, ત્યારે કિડની તેને સરળતાથી ફિલ્ટર કરી શકતી નથી. શરીરમાં પાણીની ઉણપને કારણે વારંવાર તરસ લાગે છે. આ સિવાય જો તમને વધુ ભૂખ લાગતી હોય તો તે પણ ડાયાબિટીસની નિશાની પણ હોઈ શકે છે.

2.વારંવાર પેશાબ આવવો 
કિડની લોહીમાં રહેલી વધારાની સુગર ફિલ્ટર કરવામાં અસમર્થ છે, તેથી આ સુગર પેશાબ દ્વારા બહાર આવે છે. વધુ પડતા પેશાબને કારણે શરીરમાં પાણીની ઉણપ થઈ શકે છે.

3.વજનમાં ઘટાડો
ડાયાબિટીસના દર્દીઓનું વજન ઝડપથી ઓછું થવા લાગે છે. હાઈ બ્લડ શુગર ચરબીના સંગ્રહની રીતને અસર કરે છે, જે વજનમાં ઘટાડો તરફ દોરી શકે છે.

4.ભારે થાક લાગવો અને માથાનો દુખાવો
જો તમને અતિશય થાક, માથાનો દુખાવો, અસ્પષ્ટ દ્રષ્ટિ અને ઝડપી ધબકારા જેવા લક્ષણો દેખાય, તો તમારું બ્લડ સુગર લેવલ તપાસો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "શું તમને જરૂરિયાત કરતાં પણ વધારે લાગે છે તરસ?આ ગંભીર બીમારીનો હોઈ શકે છે સંકેત"

Leave a comment

Your email address will not be published.


*