એક કારનું ટાયર ફાટતાં કાર બેકાબુ બનતા રોડની સાઇડના ઝાડ સાથે અથડાતા સર્જાયો ગંભીર અકસ્માત, 2 યુવકોના કરૂણ મૃત્યુ…

Published on: 4:30 pm, Fri, 4 February 22

હરિયાણાના કૈથલ જિલ્લાના દેવબન ગામ પાસે બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં બે લોકોના મૃત્યુ થયા છે. જ્યારે ત્રણ યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે તેઓને સારવાર માટે PGI ચંદીગઢમાં રીફર કરવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર ચાલતી કારનું ટાયર અચાનક ફાટી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો તેવું કહેવામાં આવી રહ્યું છે. આ સમગ્ર ઘટનાને લઇને પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી કરીને મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ કરાવીને પરિવારને સોંપી દેવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર આ અકસ્માત ગુરૂવારના રોજ રાત્રીના સમયે બન્યો હતો. રાત્રે 5 યુવકો કૈથલથી તેમના ઘરે જઈ રહ્યા હતા. ત્યારે દેવબન નજીક પહોંચ્યા ત્યારે અચાનક જ તેમની કારનું ટાયર ફાટ્યું હતું અને કાર બેકાબુ થઇ ગઈ હતી. તેના કારણે કાર રોડની બાજુમાં આવેલા એક ઝાડ સાથે અથડાઈ હતી.

ઘટના બનતા જ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા ઉપરાંત જાગ્રત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ડોક્ટરે બે યુવકોને મૃત જાહેર કર્યા હતા. જેમાંથી એક યુવકનું નામ કર્મજીત અને બીજાનું નામ ગુરુમિત હતું.

જ્યારે રોહતાશ, મનોજ અને અન્ય એક યુવકને ગંભીર ઈજા પહોંચી હતી. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા બંને યુવકો કબડીના રાષ્ટ્રીય સ્તરના ખેલાડી હતા. ઘટનાની જાણ થતાં પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.

મળતી માહિતી અનુસાર અકસ્માતમાં સામેલ 5 લોકોમાંથી ત્રણ યુવકો કબડ્ડી પ્લેયર હતા. જેમાંથી બે યુવકોના કરૂણ મૃત્યુ થયા છે. પોલીસે આ સમગ્ર ઘટનાને લઇને ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "એક કારનું ટાયર ફાટતાં કાર બેકાબુ બનતા રોડની સાઇડના ઝાડ સાથે અથડાતા સર્જાયો ગંભીર અકસ્માત, 2 યુવકોના કરૂણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*