ભારે ધુમ્મસના કારણે એક કાર ટ્રકની પાછળ ઘૂસી ગઈ, કારમાં સવાર 3 વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા… વાતાવરણ મોતની ચિંચીયારીથી ગુંજી ઉઠ્યું…

Published on: 4:11 pm, Tue, 27 December 22

હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે આ અકસ્માતની ઘટનામાં 3 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી અનુસાર આગ્રા લખનઉ એક્સપ્રેસ વે પર ભારે ધુમ્મસના કારણે ત્રણ કાર એકબીજા સાથે અથડાઈ હતી. જેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં કારમાં સવાર એક્ઝિક્યુટિવ ઓફિસર સહિત 3 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત થયા છે.

ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતની ઘટના મંગળવારના રોજ સવારે એટલે કે આજરોજ સવારે સાડા સાત વાગ્યાની આસપાસ બની હતી. મળતી માહિતી અનુસાર એક્સપ્રેસ વે પર ખૂબ જ વધારે પડતો ધુમ્મસ હોવાના કારણે ટ્રકની પાછળ એક કાર ઘુસી ગઈ હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ અન્ય બે કાર પણ આવીને ટ્રકની પાછળ ઘૂસેલી કાર સાથે અથડાઈ હતી.

જેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં પ્રથમ કારમાં સવાર એક્ઝિક્યુટિવ ઓફિસર સુધીરકુમાર અને તનુજ તોમર નામના વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે કાર ચલાવી રહેલા UPDA કર્મચારી અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા તેમને સારવાર માટે મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

અકસ્માતની ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવી હતી. મળતી માહિતી અનુસાર કારમાં સવાર ત્રણેય વ્યક્તિ મેરઠ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો. અકસ્માતની ઘટનાની જાણ થતા જ મૃતકોના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

આ ઘટનામાં બે લોકોને સામાન્ય ઇજા પહોંચતી હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે ટ્રકની પાછળ ઘૂસેલી પહેલી કાર સંપૂર્ણ રીતે આગળથી ભાંગીને ભૂક્કો થઈ ગઈ હતી. અચાનક જ કાર કેવી રીતે ટ્રકની પાછળ ઘૂસી ગઈ તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે.

અકસ્માતની ઘટના બન્યા બાદ પાછળથી આવતી બે કાર પણ વહીવટી અધિકારીની કારની સાથે અથડાઈ હતી. જેમાં એક કાર અનુભવ નામનો વ્યક્તિ ચલાવી રહ્યો હતો તે કાર લખનઉ થી દિલ્હી જઈ રહી હતી. કારમાં બે લોકો સવાર હતા. જ્યારે બીજી કાર રવિન્દ્ર નામનો વ્યક્તિ ચલાવી રહ્યો હતો આ કારમાં ત્રણ લોકો સવાર હતા અને કાર લખનૌથી આગ્રા જઈ રહી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ભારે ધુમ્મસના કારણે એક કાર ટ્રકની પાછળ ઘૂસી ગઈ, કારમાં સવાર 3 વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા… વાતાવરણ મોતની ચિંચીયારીથી ગુંજી ઉઠ્યું…"

Leave a comment

Your email address will not be published.


*