રાજકોટમાં ચમત્કાર..? ડ્રાઇવર વગરનું ટ્રેકટર રસ્તા ઉપર ચાલતું જોવા મળ્યું… જુઓ ઘટનાના CCTV ફૂટેજ…

Published on: 3:40 pm, Tue, 27 December 22

હાલમાં રાજકોટમાં બનેલી એક ચોકાવનારી ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને તમને પણ તમારી આંખો પર વિશ્વાસ નહીં આવે. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મોવિયા ગામમાં ડ્રાઇવર વગરનું ચાલતું ટ્રેક્ટર સીસીટીવી કેમેરામાં કેદ થયું હતું.

વિગતવાર વાત કરી હતી ચાલુ થઈ ગયા બાદ રોડ ઉપર આવેલી સહકારી મંડળી પાસે ફેન્સીંગ તેમજ કોલ સાથે અથડાયા બાદ આપમેળે ઊભું રહી ગયું હતું. ત્યારની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વીડિયો જોઈને લોકોની વચ્ચે અનેક જાતની ચર્ચાઓ ચાલી રહી છે.

આ ઘટના 26 ડિસેમ્બરના રોજ રાત્રિના સમયે 11:30 વાગ્યાની આસપાસ બની હતી. આ સમગ્ર ઘટનાના સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ માં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, ટ્રેક્ટરની ડ્રાઇવર સીટ પર કોઈ પણ વ્યક્તિ બેઠેલો દેખાઈ રહ્યો નથી. ટ્રેક્ટર આપમેળે આગળ જતું જોવા મળી રહ્યું છે.

આ સમગ્ર ઘટનાને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે કે, ટ્રેક્ટર ચાલુ કઈ રીતે થયું? તેમજ ટ્રેક્ટર ને વળાંક લેવાનો છે તે પણ કઈ રીતે ખબર પડી છે. ઘટનાના વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો કે ટ્રેક્ટર આપમેળે વળાંક લેતું હોય તેવા દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. વાયરલ થયેલા ઘટનાના સીસીટીવી ફૂટેજ જોઈને ભલભલા લોકો ચોકી ઉઠ્યા છે.

આ કોઈ ચમત્કારી ઘટના બની છે કે સમગ્ર ઘટના પાછળ કોઈ વ્યક્તિનો હાથ છે તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. એવું પણ બન્યું હોય કે ટ્રેક્ટર ઢાળ ના કારણે રસ્તા ઉપર આવી ગયું હોય. સમગ્ર ઘટનાને લઈને તપાસ ચાલી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જાણવા મળશે કે સમગ્ર શું ઘટના હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રાજકોટમાં ચમત્કાર..? ડ્રાઇવર વગરનું ટ્રેકટર રસ્તા ઉપર ચાલતું જોવા મળ્યું… જુઓ ઘટનાના CCTV ફૂટેજ…"

Leave a comment

Your email address will not be published.


*