જૂનાગઢના માંગરોળમાં આખલાએ વૃદ્ધ મહિલાને ચુંદી નાખી, પછી તો કંઈક એવી ઘટના બની કે… વીડિયો જોઈને કાળજુ કંપી ઉઠશે…

Published on: 5:23 pm, Thu, 18 May 23

ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે રખડતા આખલાઓનો ત્રાસ ખૂબ જ વધી રહ્યો છે. રખડતા આખલાઓના(Roaming Bull) કારણે અત્યાર સુધીમાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હશે અને ઘણા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હશે. ત્યારે જુનાગઢ(Junagadh) જિલ્લાના માંગરોળમાં આખલાઓના ત્રાસની વધુ એક ઘટના સામે આવી રહી છે.

આ ઘટનામાં જુનાગઢ જિલ્લાના માંગરોળમાં આખલાઓના ટોળાએ ચારથી પાંચ લોકોને અડફેટેમાં લીધા છે. આ ઘટના બનતા જ સ્થાનિક લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઘટનામાં લોકોને ફેક્ચર સહિતની ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આખલાઓના ત્રાસના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર જૂનાગઢ જિલ્લાના માંગરોળના ગુલાબનગર જંકશન રોડ ઉપર આજરોજ વહેલી સવારે આખલાઓનું એક ટોળું ઘુસી આવ્યું હતું. જેના કારણે સ્થાનિક લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી.

આખલાઓએ એક વૃદ્ધ મહિલાને અડફેટેમાં લઈને જમીન પર પછાડી દીધી હતી. ત્યાર પછી મહિલાએ ત્યાંથી ઊભા થઈને આખલાથી દૂર જવાનો પ્રયાસ કર્યો પરંતુ આખલાએ ફરી એક વખત મહિલાને ઉપાડીને જમીન પર પછાડી હતી. વૃદ્ધ મહિલાએ બુમાબૂમ કરીને જેના કારણે આસપાસના લોકો તેમને બચાવવા માટે દોડીને આવ્યા હતા.

આ દરમિયાન આખલાઓના ટોળાએ બચાવવા આવેલા લોકોને પણ અડફેટેમાં લીધા હતા.મળતી માહિતી અનુસાર આ ઘટનામાં એક સાથે ચારથી પણ વધારે લોકોને આખલાઓએ અડફેટેમાં લીધા છે. આ કારણોસર તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવા પડ્યા છે.

કેટલાક લોકોને વધુ સારવાર માટે કેશોદ લઈ જવા પડ્યા હતા. સતત વધતા આખલાઓના ત્રાસના કારણે નાના બાળકો અને વૃદ્ધ લોકો ને ઘરની બહાર નીકળવું મુશ્કેલ પડી ગયો છે. જેથી સ્થાનિક લોકોએ તંત્ર આ મામલે કાર્યવાહી કરે તેવી માંગ પણ કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "જૂનાગઢના માંગરોળમાં આખલાએ વૃદ્ધ મહિલાને ચુંદી નાખી, પછી તો કંઈક એવી ઘટના બની કે… વીડિયો જોઈને કાળજુ કંપી ઉઠશે…"

Leave a comment

Your email address will not be published.


*