ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાંથી આ સીઝનના વરસાદે વિદાય લઈ લીધું છે ત્યારે વધુ એક લો પ્રેશર સક્રિય બન્યું છે. વધુ લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં 13 અને 14 તારી કે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાંપટા પડવાની હવામાન વિભાગ દ્વારા શક્યતા વ્યક્ત કરી છે. ચોમાસાની વિદાય અને શિયાળાના આરંભ વખતે વાવાઝોડું ઘણી વખતે આવે છે ત્યારે વેલ માર્કડ લો પ્રેસર ડિપ્રેશન બનીને કેટલું જોર લગાવે છે તે મુજબ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આંધ્રપ્રદેશ,તેલંગાણા, કર્ણાટક, મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ ને લઈને આગાહી કરવામાં આવી છે.
બંગાળની ખાડીમાં લો પ્રેસર આવતીકાલ સુધીમાં હવામાન વિભાગના મતે સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાય તેવી સંભાવના છે અને તેથી રાજ્યના અનેક વિસ્તારોમાં હળવા ઝાપટાં પડવાની શક્યતાઓ છે. રાજસ્થાનથી ચોમાસુ પાછું ખેંચાવાની શરૂઆત થઇ હતી અને તારીખ 6 ઓક્ટોબર ના કથા રાજકોટ અને પોરબંદર સુધીનો ભાગ અને આ ઉપરાંત ઉત્તર ગુજરાતના અમદાવાદ સહીત વલ્લભ વિદ્યાનગર સુધીના વિસ્તારોમાં ચોમાસું પાછું ખેંચાયું હતું.
આ બાદ ફરી એક વખત બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમને પગલે સુરત, વેરાવળ સહિતના વિસ્તારોમાં હજુ ચોમાસુ સક્રિય રહે તેવી શક્યતાઓ છે.વરસાદી સિસ્ટમ પ્રમાણે, તા 13 ઓક્ટોબરના રોજ દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ થઇ શકે છે.
આ સાથે તા 14 સુરત,નવસારી, તાપી, ડાંગ, વલસાડ અને સૌરાષ્ટ્રના ભાવનગર,અમરેલી,ગીરમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડવાની આગાહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!