કોરોના મહામારી ના કારણે ગુજરાત સરકારે રાજ્યમાં ગરબા યોજવા પરમિશન ન આપતા ગુજરાતની જનતા નારાજ થઈ હતી.રાજ્યના ડોક્ટરોએ સરકારને ભલામણ કરી હતી કે પરિણામે સરકારે આ વર્ષે નવરાત્રી પર રોક લગાવી દીધી હતી જેથી હવે ડોક્ટર પર લોકો ભડક્યા છે. સોશિયલ મીડિયામાં લોકો ડોક્ટર નો વિરુદ્ધ કોમેન્ટ કરીને રોષ ખાલી કરી રહ્યાં છે. કેટલાક ડોક્ટર એને તો ફેસબુક પર દવાખાનાની બહાર દેખાવો કરવાની ધમકી મળી છે.ગુજરાત રાજ્યમાં 3 નવેમ્બરના રોજ આઠ બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે પણ શેરી ગરબાની છૂટ આપવામાં આવી નથી.
લોકો સોશિયલ મીડિયા ઉપર ડૉક્ટરો થી માંડીને સરકાર વિરુદ્ધ કોમેન્ટ કરીને પોતાનો રોષ ઠાલવી રહ્યા છે. આ પરિસ્થિતિ જોતા અમદાવાદ મેડિકલ એસોસિયેશને મુખ્યમંત્રી વિજય રૂપાણી ને પત્ર લખીને ડોક્ટરોને ચીમકી આપનાર સામે પગલાં લેવા માંગ કરી છે. અમદાવાદ મેડિકલ એસોસિએશન એવી રજૂઆત કરી છે કે, ગુજરાત રાજ્યમાં કોરોના થી 1 લાખથી વધુ લોકો સંક્રમિત થયા છે.
કોરોના અત્યાર સુધીમાં 3500 લોકોનો ભોગ લીધો છે અને કેટલાક ડૉક્ટરો કોરોના થી મોતને ભેટયા છે.કોરોનાવાયરસ ના sakaran વચ્ચે સામાજિક અને રાજકીય કે ધાર્મિક મેળાવડા યોજવા એ જોખમી બની શકે છે ત્યારે કોઈનો વિરોધ કરવાનો હેતુ નથી પણ.
નવરાત્રી ના કારણે કલાકારોથી માંડીને અન્ય વ્યવસાય કારો અને આર્થિક નુકસાન પહોંચ્યું છે ત્યારે સરકારે ખાસ પેકેજ પણ આપવું જોઇએ તેવી માંગ કરવામાં આવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!