આગામી 3 નવેમ્બરના રોજ ગુજરાતની આઠ વિધાનસભાની બેઠકો પર પેટાચૂંટણી યોજવા જઇ રહી છે. અમરેલીના ધારી બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય પદેથી જે.વી. કાકડિયાએ રાજીનામું આપતા આ બેઠક ખાલી પડી છે. કોંગ્રેસમાંથી વિરજી ઠુમ્મરે તેમની દીકરી જેની ઠુમ્મરે માટે ટિકિટની માગણી કરી છે. તેમણે કોંગ્રેસ માંથી પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે ત્યારે તેમને કોંગ્રેસમાંથી ટિકિટને લઈને પ્રતિક્રિયા આપી છે.
ઉમેદવાર જાહેર થયા પહેલા ધારી બેઠક પેટા ચૂંટણી પરના કોંગ્રેસના દાવેદાર જેની ઠુમ્મરે મહત્વની પ્રતિક્રિયા આપી છે કે, પાર્ટી હાઇ કમાન્ડ જેમણે ટિકિટ આપશે તેમાં મારી સહમતી હશે અને કોંગ્રેસની સૈનિક તરીકે હાઈ કમાડ જે નિર્ણય કરે તે માન્ય રાખવાનો હોય છે.
જે.વી.કાકડીયા ને અંદર ખાને કહી દેવાયું હશે.તેથી તેઓ પ્રચારમાં લાગી ગયા હશે. વેપારી મુસીબતમાં છે, વિદ્યાર્થીઓની ફી માફી નો પ્રશ્ન છે.
સૌરાષ્ટ્રના ખેડૂતો પણ પરેશાન છે. આ તમામ મુદ્દાઓ મહત્ત્વના રહેશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment