કૃષિ કાયદા પરત ખેંચવાની જાહેરાત બાદ આજરોજ દેશના 32 ખેડૂત સંગઠનની બેઠક યોજવા જઈ રહી છે. ભાવિ રણનીતિ તૈયાર કરવા ખેડૂતોની બેઠક યોજવા જઇ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રણેય કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કરી હતી.
શુક્રવારે રાષ્ટ્રને સંબોધતા પ્રધાનમંત્રી મોદી એ એક વર્ષથી વધુ સમયથી કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોને આંદોલન સમાપ્ત કરવા અપીલ કરી હતી.તેમને તેમના ખેતર અને પરિવારોમાં પાછા ફરવા વિનંતી કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે આવતા મહિને સંસદના શિયાળુ સત્રમાં કાયદાઓને પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.
કેટલાક ખેડૂત સંગઠનોએ મોદી સરકારના આ નિર્ણયને આવકાર્યો છે.કિસાન યુનાઈટેડ ફંટે આંદોલન પૂરું નહીં કરવાની જાહેરાત કરી છે.ખેડૂત નેતા રાકેશ ટીકૈત સ્પષ્ટ કર્યું છે કે ખેડૂતોનું આંદોલન તરત પાછું નહિ આવે. સંસદ સત્રમાં કાયદો પાછો ખેંચવાની પ્રક્રિયા શરૂ થશે ત્યારબાદ જ ખેડૂત આંદોલન સમાપ્ત થશે.
રાકેશજી એ કહ્યુ કે અમે તે દિવસની રાહ જોઈ રહ્યા છીએ જ્યારે સંસદમાં કૃષિ કાયદાઓ રદ કરવામાં આવશે. આ ઉપરાંત લઘુતમ ટેકાના ભાવ અને ખેડૂતો પર ગેરંટી એકટ પર ચર્ચા કરવા માટે એક સમિતિની રચના કરવી જોઈએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!