એ..એ..ઉડાડ્યા..! હાઈસ્પીડમાં જતી કારે બાઈક સવાર 2 યુવકોને ફૂટબોલની જેમ હવામાં ઉડાડ્યા, એક યુવકનું દર્દનાક મોત… જુઓ ધ્રુજાવી દેતા મોતનો વિડિયો…

હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ અકસ્માતની ઘટનામાં રોડ ક્રોસ કરતી હાઈ સ્પીડ કાર અને હાઈ સ્પીડ બાઈક વચ્ચે જોરદાર ટક્કર તથા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનાના રુવાડા ઉભા કરી દેનારા સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

બાઈક અને કાર વચ્ચે ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક પર સવાર બંને યુવકો હવામાં લગભગ 10 ફૂટ સુધી ઉછળીને જમીન પર પટકાયા હતા. આ અકસ્માતની ઘટનામાં એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે અને એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. આ અકસ્માતની ઘટના 8 મેના રોજ ઉજ્જૈનમાં બની હતી.

અકસ્માતની ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, સોમવારના રોજ સવારે લગભગ 9.15 વાગ્યાની આસપાસ 35 વર્ષીય વિરેન્દ્રસિંહ અને 26 વર્ષીય ફારુખ પટેલ નામના બે વ્યક્તિઓ બાંધકામનું કામ કરવા માટે બાઈક લઈને જઈ રહ્યા હતા. બાઈક પર સવાર બંને યુવકો એક ચોકડી પાસે પહોંચે છે, ત્યારે તેઓ રોડ ક્રોસ કરી રહ્યા હતા.

આ દરમિયાન MP 70 ZA 5796 નંબરની સફેદ રંગની ઝડપે કારે બાઇકને જોરદાર ટક્કર લગાવી હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ કાર ચાલક ઘટના સ્થળે જ કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. ઘટના બનતા જ સ્થાનિક લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતાં. ત્યારબાદ ઈજાગ્રસ્ત થયેલા બંને યુવકોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

હોસ્પિટલમાં બે દિવસની સારવાર બાદ વિરેન્દ્ર નામના યુવકે પોતાનો જીવ ગુમાવ્યો હતો. જ્યારે ફારુખ પટેલની હાલમાં હોસ્પિટલમાં સારવાર ચાલુ છે. આ સમગ્ર ઘટના ચોકડી પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટનાના સીસીટીવી ફૂટેજમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, એક કાર ખૂબ જ ઝડપમાં રોડ ક્રોસ કરી રહી હતી.

આ દરમિયાન બીજી બાજુ એક બાઇક પણ ખૂબ જ ઝડપમાં રોડ ક્રોસ કરી રહી હતી. આ દરમિયાન બાઈક અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ ગઈ હતી. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*