400 ફૂટ ઊંડા બોરવેલમાં ફસાયેલા 6 વર્ષના માસુમ બાળકનું રિબાઇ રિબાઈને મોત, બાળકના કાકાએ કંઈક એવું કહ્યું કે…જાણો સમગ્ર ઘટના…

Published on: 10:33 am, Sat, 10 December 22

હાલમાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. થોડાક દિવસો પહેલા 400 ફૂટ ઊંડા બોરવેલમાં ફસાઈ ગયેલા 6 વર્ષના માસુમ બાળકનું મોત થયું છે. આ ઘટના મધ્યપ્રદેશના બેતુલમાં બની હતી. ઘટનાના 84 કલાક બાદ માસુમ બાળકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર આજરોજ સવારે ત્રણ વાગ્યાની આસપાસ રેસ્કી ટીમ બાળકની નજીક પહોંચી હતી.

સવારે 5:00 વાગ્યાની આસપાસ બાળકના મૃતદેહને બોરવેલ માંથી બહાર કાઢવામાં આવ્યું હતું. ત્યારબાદ માસુમ બાળકના મૃતદેહને સાત વાગે બેતુલથી નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું હતું. માત્ર 6 વર્ષના દીકરાનું મૃત્યુ થતાં જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર બાળકના અંતિમ સંસ્કાર માટે નાણાકીય સહાય આપવામાં આવશે.

મળતી માહિતી અનુસાર બોરવેલ 400 ફૂટ ઊંડી છે. પરંતુ બાળક લગભગ 39 ફૂટ ઊંડાઈમાં ફસાઈ ગયો હતો. બાળકને બચાવવા માટે સમાંતર 44 ફૂટ ઊંડો ખાડો પણ ખોદ્યો હતો. ત્યાર પછી 9 ફૂટ આડી ટનલ પણ ખોદવામાં આવી હતી. મૃત્યુ પામેલા માસુમ બાળકનું નામ તન્મય છે અને તેની ઉંમર છ વર્ષની હતી.

બચાવ ટીમે બાળકને બચાવવા માટે દિવસ રાત પ્રયાસ કર્યા પરંતુ તેઓ બાળકને બચાવી શક્યા નહીં. બાળકના કાકાએ કહ્યું કે તેમને કામ સારું કર્યું હતું પરંતુ અમે મોડું કર્યું. બાળકને બચાવવા માટે ટનલ બનાવવામાં આવી હતી. આ ટનલ બનાવવા NDRF અને DSRFના 61 જવાનો કામ પર લાગ્યા હતા. પરંતુ બાળકને બચાવી શક્યા નહીં.

આ સમગ્ર ઘટના મંગળવારના રોજ સાંજે લગભગ પાંચ વાગ્યાની આસપાસ બની હતી. બેતુલ જિલ્લાના અથનેરાના માંડવી ગામમાં આ ઘટના બની હતી. અહીં સાંજના સમયે છ વર્ષનો તન્મય નામનો બાળક રમી રહ્યો હતો. ત્યારે અચાનક જ પડોશીના બોરવેલમાં તે પડી ગયો હતો.

આ ઘટનાની જાણ થતાં જ ગામના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. પછી બાળકને બચાવવા માટે ઘણા બધા પ્રયત્નો કરવામાં આવ્યા પરંતુ 84 કલાક બાદના મૃતદેહને બોરવેલ માંથી બહાર કાઢવામાં આવ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "400 ફૂટ ઊંડા બોરવેલમાં ફસાયેલા 6 વર્ષના માસુમ બાળકનું રિબાઇ રિબાઈને મોત, બાળકના કાકાએ કંઈક એવું કહ્યું કે…જાણો સમગ્ર ઘટના…"

Leave a comment

Your email address will not be published.


*