દિવાળી નો તહેવાર બગાડ્યો..! રાજકોટમાં વાડીએ થી પરત ફરતી વખતે 54 વર્ષના વ્યક્તિને હાર્ટ એટેક આવતા થયું મૃત્યુ,પૌત્ર સામે જ ગયો જીવ…

Published on: 3:38 pm, Sat, 11 November 23

હાલમાં સમગ્ર ભારત ભરમાં તમામ ભારતીયો દિવાળીના તહેવારની જોરદાર ઉજવણી કરી રહી છે ત્યારે હાર્ટ એટેક ના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ફરી એકવાર હાર્ટ એટેકથી વધુ બે લોકોના મૃત્યુ થયા છે. મવુડી ચોકડીએ નિવાસ્થાન ધરાવતા અને હાલ મહારાષ્ટ્રમાં સ્થાયી થયેલા નવાગામ નજીક કારમાં હતા

ત્યારે અચાનક હાર્ટ એટેક આવી જતા ઘટના સ્થળે તેમનું મૃત્યુ થયું અને બીજા બનાવમાં મયુર નગરમાં રહેતા મહિલાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે.મિત્રો જાણવા મળ્યા મુજબ મવુડી ચોકડીએ આશ્ચર્ય બંગલોમાં રહેતા વિનોદભાઈ ભુરાભાઈ સખીયા 54 વર્ષની ઉંમરે હાલ મહારાષ્ટ્ર અને અહેમદ નગરમાં રહી મશીનરી નો વેપાર કરતા હતા.

દિવાળીની રજા માટે વતન રાજકોટ આવ્યા હતા ત્યારે ગત સાંજે પૌત્ર સાથે નવા ગામની વાડીએથી પરત ફરતી વખતે ગાડીમાં તેઓને છાતીમાં દુખાવો ઉપાડતા ગાડી ઉભી રાખી હતી અને પૌત્રની નજર સામે તેને હાર્ટ એટેક આવી ગયો હતો.108 ને બોલાવવામાં પણ આવી હતી

પરંતુ તબીબો એ ચેક કરતા તેમને મૃત જાહેરાત કરતા અરેરાટી વ્યાપી ગઈ હતી. બીજા બનાવમાં ભાવનગર રોડ રાજમોતી મીલ પાછળ મયુર નગરમાં રહેતા દેવુબેન લુણી 51 વર્ષની ઉંમરે અચાનક છાતીમાં દુખાવો ઉપાડતા રાત્રે 10:00 વાગ્યાની આસપાસ તેમની

સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ ત્યાં મોત નીપજતા પરિવારમાં શોક નો માહોલ છવાઈ ગયો હતો અને હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પોસ્ટમોર્ટમમાં જાણવા મળ્યું હતું અને મૃતકના પતિ નિવૃત જીવન જીવે છે ને સંતાનમાં બે પુત્રને બે પુત્રી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "દિવાળી નો તહેવાર બગાડ્યો..! રાજકોટમાં વાડીએ થી પરત ફરતી વખતે 54 વર્ષના વ્યક્તિને હાર્ટ એટેક આવતા થયું મૃત્યુ,પૌત્ર સામે જ ગયો જીવ…"

Leave a comment

Your email address will not be published.


*