સુરતનો 44 વર્ષનો દિવ્યાંગ યુવક લાવશે વિદેશી ગોરી..! જાણો કેવી સુરતનો 44 વર્ષનો દિવ્યાંગરીતે સુરતના યુવકે ભૂરીમાં મેળ પાડ્યો…

Published on: 1:40 pm, Sun, 6 November 22

આજે આપણે હાલ મૂળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના આસોદરના કલ્પેશભાઈ સુરતના યોગી ચોક વિસ્તારમાં આવેલા બીઆરટીએસ રોડ નજીક સિલ્વર બિઝનેસની સામે કાનની કેબિન ચલાવે છે. તમને જણાવી દઈએ કે કલ્પેશભાઈ જન્મથી જ બંને પગથી દિવ્યાંગ છે અને હાલમાં તેમની ઉંમર 43 વર્ષની છે. મિત્રો તમને જણાવી દઈએ કે કલ્પેશભાઈ માંડ ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો છે.

સાવરકુંડલાની હોસ્ટેલમાં રહીને વધુ અભ્યાસમાં દિવ્યાંગતાની તકલીક નડતા તેમને ગામમાં જ પાનની દુકાન શરૂ કરી હતી. કલ્પેશભાઈ છેલ્લા આઠેક વર્ષથી સુરતના યોગીચોક ખાતાની યોગેશ્વર સોસાયટીના બી-વિભાગના 52 નંબરના મકાનમાં રહે છે. કલ્પેશભાઈ ના પરિવાર વિશે વાત કરીએ તો તેમને બે બહેનો અને એક ભાઈ છે, જેમાં કલ્પેશભાઈ સૌથી મોટા છે.

દિવ્યાંગ હોવાના કારણે કલ્પેશભાઈ ને લગ્નના વિચાર આવતા ન હતા. વર્ષ 2017માં કલ્પેશભાઈને ફેસબુક પર રેબેકા ફાયોની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. બાદમાં કલ્પેશભાઈ તેની ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી હતી. ત્યારબાદ બંનેની દોસ્તી દિવસેને દિવસે વધતી ગઈ અને દોસ્તી એક ગાઢ મિત્રતામાં ફેરવાઈ ગઈ. કલ્પેશભાઈને ફિલિપિન્સની ભાષા તો છોડો અંગ્રેજી પણ નહોતું આવડતું.

પરંતુ કલ્પેશભાઈ મગજ વાપર્યું અને તેઓ ગૂગલ ટ્રાન્સલેટની મદદથી પોતાના ફ્રેન્ડ સાથે ચેટ કરતા હતા. ધીમે ધીમે યુવતીને કલ્પેશભાઈ ખૂબ જ પસંદ આવવા લાગ્યા. ત્યારબાદ કલ્પેશભાઈ પોતાની દિનચર્યા નો વિડીયો યુવતીને મોકલ્યો હતો. યુવતીને કલ્પેશભાઈની ભારતીય સંસ્કૃતિ, કલ્પેશભાઈની નિખાલસતા, સચ્ચાઈ સહિતના ગુણો હ્રદયને સ્પર્શી ગયા હતા.

જેથી યુવતીએ કલ્પેશભાઈની સેવા કરવા માટે તેની સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. મિત્રો કલ્પેશભાઈ સાથે લગ્ન કરનાર યુવતી વર્ષ 2019 માં ભારત આવી હતી પરંતુ ભારતમાં સંપૂર્ણ લોકડાઉન લાગી ગયું હોત. જેના કારણે કલ્પેશભાઈ સુધી પહોંચતા તેને બીજા ત્રણેક વર્ષ લાગી ગયા હતા. વિદેશથી આવેલી યુવતીના ઘણા વર્ષો પહેલા લગ્ન થયા હતા.

પરંતુ તેના પતિનું અકસ્માતમાં મોત થયું હતું. યુવતીને સંતાનમાં એક દીકરો પણ છે અને તેની ઉંમર સાત વર્ષની છે. તેના પરિવારમાં ત્રણ ભાઈઓ પણ છે, પરિવારના તમામ સભ્યોએ યુવતીને કલ્પેશભાઈ સાથે લગ્ન કરવા માટે મંજૂરી આપી દીધી હતી. આગામી સમયમાં યુવતી અને કલ્પેશભાઈ ના લગ્ન થવાના છે. તેથી યુવતીના પરિવારના સભ્યો પણ ભારત આવવાના છે.

કલ્પેશભાઈ ના પરિવારના સભ્યોએ પણ વિદેશી બહુ સ્વીકારવા તૈયાર છે. યુવતી નવા વર્ષમાં કલ્પેશભાઈ ના ઘરે આવી હતી અને કલ્પેશભાઈના પરિવારના તમામ સભ્યોને મળી અને તેની સાથે રહી હતી. 20 નવેમ્બર ના રોજ કલ્પેશભાઈ અને યુવતીની લગ્નની તારીખ આવી છે. બંનેના લગ્ન ભારતીય પરંપરા પ્રમાણે થશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરતનો 44 વર્ષનો દિવ્યાંગ યુવક લાવશે વિદેશી ગોરી..! જાણો કેવી સુરતનો 44 વર્ષનો દિવ્યાંગરીતે સુરતના યુવકે ભૂરીમાં મેળ પાડ્યો…"

Leave a comment

Your email address will not be published.


*