જૂનાગઢની કોલેજીયનનું મૃતદેહ ગીરના જંગલમાંથી એવી હાલતમાં મળી આવ્યું કે પોલીસ પણ ગોથા ખાઈ ગઈ…જાણો સમગ્ર ઘટના…

ગુજરાતમાં દિવસેને દિવસે જીવ લેવાની અને જીવ ટૂંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે જૂનાગઢમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. જૂનાગઢના ઝાંઝરડા ગામના પરિવારની દીકરીનો મૃતદેહ 4 દિવસની મથામણ બાદ ગીરના જંગલમાં આવેલા હસનાપુર ડેમના ઓવરફ્લો વિસ્તારમાંથી મળી આવ્યું છે. આ ઘટના બધા જ ચારે બાજુ ભારે અફરાતફરી મચી ગઈ હતી.

દીકરીના મૃત્યુનું કારણ હજુ પણ અકબંધ છે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી દીકરીનું નામ જાહ્નવી હિતેશભાઈ મહેતા હતું. તે કોમ્પ્યુટર એન્જિનિયરિંગના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. મળતી માહિતી અનુસાર 2 તારીખના રોજ જાહ્નવી અને તેની મિત્ર ભાષા આસ્થા બંને કોલેજની હોસ્ટેલમાંથી નીકળીને અર્ચનાપુર ડેમ સાઈડ પર ગયા હતા.

બંને બહેનપણીઓએ ત્યાં સેલ્ફી લીધી હતી, ફોટા પાડ્યા હતા, ત્યારબાદ આખી ઘટના આકાર પામી. એ જ તપાસનું મુખ્ય કેન્દ્ર બિંદુ છે. મળતી માહિતી અનુસાર જાહ્નવીનું મૃતદેહ કોહવાઈ ગયેલી હાલતમાં મળી આવ્યું હતું. ત્યારબાદ તેનું મૃતદેહ જામનગર માટે મોકલવામાં આવ્યું હતું. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે.

જાહ્નવી તેની મિત્ર આસ્થા સાથે ડેમ સાઈડ પર ફરવા નીકળી અને બને ત્યાં પહોંચી એ પહેલાં બંને કેટલી સીસીટીવી ફૂટેજમાં જોવા મળે છે. પરંતુ જ્યારે આસ્થા પરત ત્યારે જાહ્નવી સીસીટીવી ફૂટેજમાં જોવા મળતી નથી. આસતા રસ્તા ઉપર રડતી રડતી જોવા મળી હતી અને તેને મદદ જોતી છે તેવું લોકોને કહેતી જોવા મળતી હતી.

આસ્થા એ કોઈની સાથે વાત કરી નથી અને જ્યારે તેના પિતાએ વાત કરી ત્યારે આજ થાય તેના પિતાને જણાવ્યું કે તેની મિત્ર જાહ્નવી એ ડેમમાં પડીને પોતાનું જીવન ટૂંકાવવી લીધું પોતે દુઃખી હોવાનું અને પોતે પણ આ પગલું ભરી લેશે એમ કહેતી હતી. ત્યારબાદ પોલીસે જાહ્નવીના પરિવારના સભ્યો આસ્થા અને આસ્થાના પિતાને સાથે રાખીને ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાની વિગત લીધી હતી.

ત્યારબાદ જાહ્નવીના મૃતદેહની ડેમમાં શોધક કોણ શરૂ કરી, જેમાં ત્રણ દિવસ વીતી ગયા. આખરે પાંચ તારીખના રોજ સવારે જૂનાગઢ મહાનગરપાલિકાના ફાયર શાખાની ટીમે હસનાપૂર ડેમના વિસ્તારમાંથી જાહ્નવીનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. જે સ્થળ આસ્થા એ બતાવ્યું તે સ્થળને લઈને ઘણી બધી શંકાઓ ઉભી થાય છે. મળતી માહિતી અનુસાર આ સમગ્ર ઘટનાને લઈને આસ્થા ની જુબાની ખૂબ જ અગત્યની છે.

જાહ્નવીનો કહેવાતો પ્રેમ કે જેની સગાઈ થોડાક સમય પહેલા જ થાય છે તે પણ શંકામાં આવી રહ્યો છે. મળતી માહિતી અનુસાર થોડાક સમય પહેલા જાહ્નવી અને તેના પ્રેમી વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ તપાસ કરી રહી છે અને સમગ્ર ઘટનાને લઈને પોલીસને ઘણા બધા લોકો ઉપર શંકાઓ છે. જાહ્નવીએ જાતે જ પોતાનું જીવન ટૂંકાવ્યું છે કે તેનો જીવ લેવામાં આવ્યો છે આ અંગે હજુ સુધી કોઈ પણ પ્રકારની જાણકારી મળી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*