Uttar Pradesh, Death of a 4 year child: ગુરૂવારના રોજ બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં 4 વર્ષના માસુમ બાળક સાથે કાંઈક એવી ઘટના બની ગઈ આખો પરિવાર દોડતો થઈ ગયો હતો. જાણવા મળી રહ્યું છે કે, નિર્માણાધીન મકાનમાં ચાર વર્ષનો બાળક શૌચાલયની ટાંકીમાં પડી ગયો હતો. આ કારણોસર બાળકોનું મોત(Death of a 4 year child) થયું હતું.
આ ઘટના ઉત્તર પ્રદેશના ઝાંસી(Uttar Pradesh Jhansi)માંથી સામે આવી રહી છે. ચાર વર્ષનો ગોપાલ નામનો બાળક ગુરુવારના રોજ બપોરના 2.30 વાગ્યાની આસપાસ ઘરની બહાર રમી રહ્યો હતો. બાળક રમતા રમતા પડોશમાં બની રહેલા એક મકાનમાં પહોંચ્યો હતો. અહીં તે મકાનમાં શૌચાલયની ટાંકીમાં પડી ગયો હતો.
આ ઘટના બની પછી ઘણો બધો સમય થઈ ગયો છતાં પણ દીકરો ગોપાલ દેખાયો નહીં તેથી પરિવારના સભ્યોએ તેની શોધખોળ શરૂ કરી હતી. આસપાસના વિસ્તારમાં બાળકની ઘણી બધી શોધખોળ કરી ત્યારે એક વ્યક્તિએ જણાવ્યું કે, તેમને ગોપાલને નવા બની રહેલા મકાનની શૌચાલયની ટાંકી પાસે રમતો જોયો હતો.
ત્યારબાદ એ સંબંધીઓ શોચાલયની ટાંકી પાસે પહોંચ્યા ત્યારે ટાંકીની અંદર ગોપાલ પડેલો હતો. પછી તરત જ તેને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અહીં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે ગોપાલની તપાસ થયા બાદ તેને મૃત જાહેર કર્યો હતો.
દીકરાના મોતના સમાચાર મળતા જ બાળકના પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. બાળકના માતા પિતા ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગ્યા હતા. પછી પરિવારના સભ્યો મૃતદેહ લઈને ઘરે પહોંચ્યા હતા. ત્યારબાદ સંબંધીઓએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી.
ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ પોલીસે ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મૃત્યુ પામેલો ગોપાલ ત્રણ બહેનોનો એકનો એક લાડકવાયો ભાઈ હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment