Jamnagar, Youth dies due to lightning: ગુજરાત પર વાવાઝોડાની ખૂબ અસર દેખાઈ રહી છે, અમુક જિલ્લાઓમાં તો ભારે પવન સાથે વરસાદ પણ વરસી રહ્યો છે. હજુ તો વાવાઝોડું 500 કિમી દૂર છે, તે પહેલા તો તેની જામનગરમાં અસર વર્તાવાનું શરૂ થઈ ગયું છે. જામનગર જિલ્લામાં ભારે વરસાદ, ગાજવીજ સાથે તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે. પવન એટલો તોફાની હતો કે અનેક વૃક્ષો ધરાશાયી થયા છે, તો કેટલીક જગ્યાએ મકાનના પતરા પણ ઉડી ગયા હોવાની વાત સામે આવી છે. જામનગરના આમરા ગામમાં(Amra village) અવકાશી વીજ મોત બનીને ત્રાટકતા 25 વર્ષીય યુવકનું મોત(Youth dies due to lightning) નીપજ્યું છે.
પ્રાથમિક વિગતો મુજબ શનિવારે બપોર પછી જામનગરના વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે પવન સાથે વરસાદનું ઝાપટું પડ્યું હતું, તો સાથે જ ગાજવીજ પણ એટલું જ હતું. આ દરમિયાન જામનગરની ભાગોળે આવેલા આમરા ગામની સીમમાં વીજળી પડતા 25 વર્ષના શક્તિ સિંહ સતુભા ગોહિલ નું મૃત્યુ થયું છે.
જે યુવક મૂળ જીવાપર ગામનો રહેવાસી હતો અને તે આમરા ગામની સીમમાં કામ કરતો હતો, આ દરમિયાન કરુણ ઘટના સામે આવતા અરેરાટી વ્યાપી ગઈ છે. બીજી બાજુ જીવાપર ગામ તથા જામનગરના લાલપુર તાલુકાના નવા ગામમાં તોફાની વરસાદે વિનાશ વેરયો હતો. ભારે પવનને કારણે અહીં અનેક મકાનના પતરા ઉડ્યા, વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે.
અરબી સમુદ્રમાં સર્જાયેલા બિપોરજોય નામના વાવાઝોડાની અસર વર્તવાનું જામનગરમાં શરૂ થઈ ચૂક્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાવાઝોડાના સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં જામનગરનો પણ સમાવેશ થાય છે. શનિવારના રોજ બપોર પછી જામનગરના વાતાવરણમાં પલટો આવ્યો હતો,
જેમાં ગાજવીજ અને ખૂબ જ પવન ફૂંકાઈ રહ્યો છે. જેના કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયાના રિપોર્ટ મળી રહ્યા છે. ભારે પવનને કારણે શહેરમાં ખૂબ જ નુકસાન થયું છે તેવામાં જીવાપર ગામનો રહેવાસી આમરા ગામની સીમમાં કામ કરતો હતો ત્યારે તેના પર વીજળી પડતા તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment