સમાચાર

મિત્રો સાથે ચા પીને ઘરે આવતા 23 વર્ષના યુવકનો આરોપીઓએ જીવ લઈ લીધો… જાણો શું છે સમગ્ર ઘટના…

સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી ગુનાહિત પ્રવૃત્તિઓ ખૂબ જ વધી જાય છે. ત્યારે સુરતના પાંડેસરા વિસ્તારમાં બનેલી એક જીવ લેવાની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક 23 વર્ષના યુવક પર ધારદાર વસ્તુ વડે પ્રહાર કરીને તેનો જીવ લઈ લેવામાં આવ્યો છે. આ ઉપરાંત મૃત્યુ પામેલા યુવકના મિત્ર ઉપર પણ ધારદાર વસ્તુ વડે પ્રહાર કરવામાં આવ્યા હતા આ ઘટનામાં તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે.

જાણવા મળી રહ્યું છે તે મૃત્યુ પામેલો યુવક પોતાના મિત્રો સાથે રાત્રે ચા પીવા માટે ગયો હતો. આ દરમિયાન તેની ઉપર ધારદાર વસ્તુ વડે પ્રહાર કરવામાં આવ્યા હતા. કારણોસર તેનું મોત થઈ ગયું હતું. સમગ્ર ઘટનાને વિગતવાર વાત કરે તો મૃત્યુ પામેલા યુવકનું નામ રાજ હતું અને તેની ઉંમર 23 વર્ષની હતી. તે પાંડેસરા વિસ્તારમાં પોતાના પરિવાર સાથે રહેતો હતો અને ચા ની દુકાન ચલાવીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ બનતો હતો.

રાજ છેલ્લા 17 વર્ષથી સુરતમાં રહે છે અને તેઓ મૂળ ઓડિશાના રહેવાસી છે. રાજ ગઈકાલે રાત્રે 11:00 વાગ્યાની આસપાસ પોતાના બે મિત્રો સાથે બાઈક પર ચા પીવા જવાનું કહીને ઘરેથી નીકળી ગયો હતો. રાજ જ્યાં ચા પીવા ગયો ત્યાં નજીકમાં ઝઘડો ચાલી રહ્યો હતો. આ ઝઘડો જોઈને તે ઘરે પરત આવતો હતો, આ દરમિયાન બે બાઈક પર યુવકો આવ્યા હતા અને રાજ અને તેના મિત્રોને બાઈક પરથી નીચે પાડ્યા હતા.

આરોપીઓને જોઈને રાજનો એક મિત્ર ત્યાંથી ભાગી ગયો હતો. ત્યાર પછી આરોપીએ રાજ અને તેના મિત્ર ઉપર ધારદાર વસ્તુ વડે પ્રહાર કર્યા હતા. જાણવા મળી રહ્યું છે કે આરોપીએ રાજપર ચાર વખત ધારદાર વસ્તુ વડે પ્રહાર કર્યા હતા અને તેના મિત્ર પર પણ પ્રહાર કર્યા હતા. ત્યારબાદ બંનેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

જ્યાં સારવાર દરમિયાન રાજ નું મોત થઈ ગયું હતું. રાજનું મોત આજે તેના પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે પરિવારજનોનું નિવેદન નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. આજનો જીવ કયા કારણોસર લેવામાં આવ્યો તેની હજુ કોઈ પણ ચોક્કસ માહિતી સામે આવી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *