વડોદરામાં બનેલી એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં વડોદરા શહેરના દંતેશ્વરના નેહલ પાર્કમાં રહેતા મને ટ્રાન્સફરનું કામ કરતા 40 વર્ષના વેપારી આનંદભાઈ પટેલે સુસાઇડ કરી લીધું છે. આ ઘટના બનતા જ ચારેય બાજુ ભારે અફરાતફરી મચી ગઈ હતી. મળતી માહિતી અનુસાર આનંદભાઈ ઘરેથી પોતાની કાર લઈને બહાર નીકળી ગયા હતા. ત્યાર પછી આનંદભાઈનું મૃતદેહ હાલોલ પાસેથી પસાર થતી કેનાલમાંથી મળી આવ્યું હતું.
હાલમાં સમગ્ર ઘટનાને લઈને મકરપુરા પોલીસે ત્રણ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદો નોંધી છે. જાણવા મળી રહ્યું છે કે આનંદભાઈ સુસાઇડ કરતા પહેલા સુસાઇડ નોટ લખી હતી. આનંદભાઈ સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, “હું બહુ રૂપિયા કમાયો, પણ હવે મારી ઈજ્જત જતી રહી છે, મારી પાસે મરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી, મને માફ કરી દેજો”
હાલમાં સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા આનંદભાઈ પટેલના પત્ની હેતલબેન પટેલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપી વિશાલભાઈ ચંદુભાઈ જગસાણીયા, જયેશભાઈ સુરેશભાઈ અમૃતિયા અને જીગ્નેશભાઈ અરુણભાઈ વ્યાસ નામના વ્યક્તિએ મારા પતિ પાસેથી જુલાઈ 2022 માં નાણા લીધા હતા. જે પૈકી 6.80 લાખ રૂપિયા પરત આપ્યા ન હતા. જેના કારણે મારા પતિના ધંધામાં નાણાકીય લેવડ દેવલ કરવામાં તકલીફ પડવા લાગી હતી જેના કારણે તેઓની ક્રેડિટ ખરાબ થઈ ગઈ હતી. જેથી મારા પતિનું મન તૂટી ગયું હતું.
આ બધા નાણા પરત આપતા ન હતા એટલે મારા પતિએ આરોપી જયેશભાઈને ફોન કરીને નાણાની માંગણી કરી હતી. ત્યારે જયેશભાઈ મારા પતિને ન બોલવાની વાતો બોલી હતી. ત્યાર પછી મારા પતિએ કહ્યું હતું કે હવે મારી પાસે સુસાઇડ કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. ત્યારે જયેશભાઈ એ મારા પતિને ફોન પર કહ્યું હતું કે ત્યારે જે કરવું હોય તે કર અને ત્યારબાદ 22 જુલાઈ 2023 ના રોજ જયેશભાઈ 1,00,000 ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા.
પરંતુ તે લોકોએ 5.80 લાખ રૂપિયા મારા પતિને પરત આપ્યા ન હતા. જેથી મારા પતિ મરવા માટે મજબૂર બની ગયા હતા. મૃત્યુ પામેલા આનંદભાઈ પટેલે સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, મમ્મી પપ્પા, કોમલ, હેતલ અને બોય આજ સુધી હું બહુ રૂપિયા કમાયો અને બધાને બહુ રૂપિયા આપ્યા છે. અને બધાને ખુશ રાખવા માટે જ આખો દિવસ કામ કરતો હતો કે વધુ પૈસા કમાવો.
પરંતુ મારી કિસ્મત અને મારો સમય મને સાથ નથી આપતો. મારા 6.80 લાખ રૂપિયા ગયા છે. એના પછી મારી હાલત ખરાબ થઈ ગઈ છે. મારી ઈજ્જત અને મારું નામ સાચવવા માટે મેં પૈસા વ્યાજ પર લઈને બધાને આપ્યા છે. કોઈએ મારો સાથ આપ્યો નહીં. આ ઉપરાંત આનંદભાઈ સુસાઇડ નોટ ની અંદર ઘણું બધું લખ્યું હતું. હાલમાં તો પોલીસે સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment