વિડિયોના ચક્કરમાં મોત આંબી ગયું..! મિત્રો સાથે વિડીયો બનાવી રહેલો 22 વર્ષનો યુવક ટ્રેનની અડફેટેમાં આવી ગયો… યુવકનું રીબાઈ રીબાઈને મોત…

Published on: 10:43 am, Tue, 1 August 23

હાલમાં સોશિયલ મીડિયાનો જમાનો ચાલી રહ્યો છે. તેવામાં સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે આજકાલના યુવાનો અને યુવતીઓ ઘણી વખત જોખમી જગ્યાઓ પર વિડીયો બનાવતા હોય છે. પરંતુ અમુક વખત તેમને આવી જગ્યા પર વિડીયો બનાવો ભારે પડી જતો હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી રહી છે.

આ ઘટનામાં રેલવેના પાટા પર વિડીયો બનાવતી વખતે એક યુવકને મોત આંબી ગયું છે. ત્યારે આ ઘટનાને લઈને મૃત્યુ પામેલા યુવકના સંબંધીઓનું કહેવું છે કે, તેમના દીકરાને તેના મિત્રોએ ટ્રેનની સામે ધક્કો મારી દીધો છે. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી દીધી છે.

સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, આ ઘટના મુરાદાબાદમાંથી સામે આવી રહી છે. આ ઘટનામાં રવિવારના રોજ સાંજના સમયે ટ્રેનની અડફેટેમાં આવી જતા 22 વર્ષના ઝીશાન નામના યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે આ ઘટનાને લઈને મૃત્યુ પામેલા યુવકના પિતાનું આરોપ છે કે, તેમના દીકરાને તેના મિત્રો સૌ પ્રથમ ઘરે લઈ ગયા હતા અને પછી ત્યાં તેની ધુલાઈ કરીને તેને ટ્રેનની સામે ફેકી દીધો હતો.

આ ઘટનાને લઈને મૃત્યુ પામેલા યુવકના પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પિતાના કહેવા મુજબ, રવિવારના રોજ બપોરના ત્રણ વાગ્યાની આસપાસ તેમના દીકરા જીશાનને તેના બે મિત્રો મેળામાં જવાનું કહીને તેના ઘરે લઈ ગયા હતા. ત્યારબાદ મિત્રોએ દીકરાની ધુલાઈ કરી હતી અને પછી તેને ટ્રેનની આગળ ફેંકી દીધો હતો.

ટ્રેનની આવી જતા યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ આસપાસના લોકો પણ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. પછી યુવકના બંને મિત્રો તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે યુવકને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ હોસ્પિટલ ખાતે પહોંચી આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે, મૃતક યુવક તેના બે મિત્રો સાથે ટ્રેનના પાટાની બાજુમાં મોબાઇલમાં રીલ્સ બનાવી રહ્યો હતો.

આ દરમિયાન તે ટ્રેનની અડફેટેમાં આવી ગયો હતો. ત્યારે મૃત્યુ પામેલા યુવકના પિતાએ બંને મિત્રો ઉપર તેમના દીકરાનો જીવ લેવાનો આરોપ નાખ્યો છે. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે અને બંને મિત્રોને કસ્ટડીમાં લઈને બંનેની પૂછપરછ પણ શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "વિડિયોના ચક્કરમાં મોત આંબી ગયું..! મિત્રો સાથે વિડીયો બનાવી રહેલો 22 વર્ષનો યુવક ટ્રેનની અડફેટેમાં આવી ગયો… યુવકનું રીબાઈ રીબાઈને મોત…"

Leave a comment

Your email address will not be published.


*