વડોદરામાં વરસાદી ખાડીમાં મોઢું ધોવા ગયેલા યુવકને મગર ખેંચી ગયો, પછી તો કંઈક એવું બન્યું કે… હસતા-ખલતા પરિવારમાં માતમ છવાયો…

Published on: 11:00 am, Tue, 1 August 23

વડોદરામાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે. જાણવા મળી રહ્યું છે કે, એક યુવક સાંજના સમયે વરસાદની ખાડીમાં મોઢું ધોવા માટે ગયું હતું. આ દરમિયાન તેને ખતરનાક મગર પાણીમાં ખેંચી ગયો હતો. સમગ્ર ઘટના બન્યા બાદ ગામના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા.

ઉપરાંત ઘટનાની જાણ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમને કરવામાં આવી હતી. ત્યાર પછી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રાત સુધી પાણીમાં યુવકની શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ તેનો કોઈ પણ પ્રકારનો પતો લાગ્યો નહીં. પછી બીજા દિવસે જ્યારે ફાયર બ્રિગેડની ટીમ યુવકની શોધખોળ માટે ઘટના સ્થળે પહોંચી ત્યારે યુવકનું મૃતદેહ મળી આવ્યું હતું.

આ ઘટના બનતા જ ગામના લોકોમાં માતમ છવાઈ ગયો છે. આ ઘટના વડોદરા નજીક આવેલા પોર પાસેના સરાર ગામમાં બની હતી. વિગતવાર વાત કરે તો 30 વર્ષનું દિલીપ જગદીશભાઈ પરમાર નામનો યુવક રવિવારના રોજ સાંજના સમયે ખેતરમાંથી કામ કરીને ઘરે જઈ રહ્યો હતો. આ દરમિયાન તે વરસાદી ખાડીમાં મોઢું ધોવા માટે ગયો હતો.

ત્યારે અચાનક જ લગભગ પાંચ ફૂટ જેટલા લાંબા વગેરે યુવક ઉપર પ્રહાર કર્યા હતા. મગર યુવકને પાણીમાં પોતાની સાથે ખેંચી ગયો હતો. આ ભયાનક દ્રશ્યો ત્યાં આસપાસ હાજર નાના છોકરાઓ જોઈ ગયા હતા. ત્યારબાદ આ ઘટનાની જાણ યુવકના પરિવારજનો અને સ્થાનિક લોકોને કરવામાં આવી હતી.

ઉપરાંત ઘટનાની માહિતી મળતા વડોદરા ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યાર પછી ફાયર બ્રિગેડની ટીમે રવિવારના રોજ રાત્રે સુધી યુવકની શોધખોળ કરી હતી. પરંતુ તેનો કોઈ પણ પ્રકારનો પતો લાગ્યો નહીં. પછી તો સોમવારના રોજ સવારના સમયે તેનું મૃતદેહ મળી આવ્યું હતું. યુવકનું મોત થતા જ તેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "વડોદરામાં વરસાદી ખાડીમાં મોઢું ધોવા ગયેલા યુવકને મગર ખેંચી ગયો, પછી તો કંઈક એવું બન્યું કે… હસતા-ખલતા પરિવારમાં માતમ છવાયો…"

Leave a comment

Your email address will not be published.


*