એક 22 વર્ષના યુવકે મોલના ત્રીજા માળેના નીચે કૂદી ગયો, યુવકનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ – જુઓ સુસાઈડના સીસીટીવી ફૂટેજ…

Published on: 5:06 pm, Sat, 9 July 22

આજકાલે જીવ ટૂંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે આજ રોજ સવારે બનેલી એક જીવ ટૂંકાવાની ઘટના સામે આવી છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થઈ રહ્યા છે. સુસાઇડના સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો કે, એક યુવક મોલમાં દોડતો દોડતો આવે છે અને મોલના ત્રીજા માળેથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવવી લે છે.

આ સમગ્ર ઘટના મોલમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટના જયપુરના મોલ ટ્રાઈટનમાં આજરોજ સવારે બની હતી. આ ઘટના બનતા જ ભારે અફરા તફરી મચી ગઈ છે. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ અને FSLની ટીમ ઘટના સ્થળે પહોંચે આવી હતી. મૃતક યુવકના મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું છે.

મૃત્યુ પામેલા યુવકની ઓળખ કરવાનું હાલમાં પોલીસ પ્રયાસ કરી રહે છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, જોતાવારા પુલિયા પાસે ટ્રાઈટન શોપિંગ મોલમાં સુસાઇડ કરવાનું એક બનાવો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર લગભગ 9:00 વાગ્યાની આસપાસ એક યુવક મોલમાં આવ્યો હતો.

ત્યારબાદ તે યુવક મોલના ત્રીજા માળે પહોંચી ગયો હતો. થોડીક વાર બાદ યુવક એક બાજુ પોતાના ચંપલ ઉતારે છે અને દોડીને ત્રીજા માળની રેલિંગ પરથી કૂદીને પોતાનું જીવન ટુંકાવી લે છે. આ ઘટનામાં યુવકના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચવાના કારણે તેનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું.

આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર તમામ લોકોનો શ્વાસ અધર થઈ ગયો હતો. મૃત્યુ પામેલા યુવકનું નામ રોહિતકુમાર જૈન હતું અને તેની ઉંમર 22 વર્ષની હતી. મૃતક યુવક બીકોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. ઉપરાંત તે CAની પણ તૈયારી કરી રહ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને મૃતક યુવકના પરિવારજનોએ જણાવ્યું કે, છેલ્લા ઘણા દિવસોથી રોહિત તણાવમાં રહેતો હતો.

તેની સારવાર પણ ચાલી રહી હતી. આ સમગ્ર ઘટનાને લઈને હાલમાં FSLની ભીમ પુરાવા એકત્રિત કરી રહી છે. યુવક પાસેથી કોઈ પણ પ્રકારની સુસાઇડ નોટ મળી આવી નથી. આ ઉપરાંત તેની પાસેથી આઈડી કે મોબાઈલ ફોન પણ નથી મળી આવ્યો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "એક 22 વર્ષના યુવકે મોલના ત્રીજા માળેના નીચે કૂદી ગયો, યુવકનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ – જુઓ સુસાઈડના સીસીટીવી ફૂટેજ…"

Leave a comment

Your email address will not be published.


*