પરિવારથી અલગ રહેતી 22 વર્ષની યુવતીએ ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું… જાણો દીકરી પર એવી તો શું આફત આવી પડી હશે…

Published on: 12:49 pm, Sun, 13 August 23

હાલમાં બનેલી એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક યુવતીએ ગળાફાંસો ખાઈને સુસાઇડ કર્યું હતું. શનિવારના રોજ બપોરના સમયે યુવતીનું મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યું હતું. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. આ ઘટના ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ માંથી સામે આવી રહી છે.

આ ઘટનામાં મૃત્યુ પામેલી યુવતીનું નામ સોનમ ગુપ્તા હતું અને તેની ઉંમર 22 વર્ષની હતી. તે પોતાના પરિવારથી એક અલગ ભાડાના રૂમમાં રહેતી હતી. જાણવા મળી રહ્યું છે કે સોનમ એક કપડાના શોરૂમમાં કામ કરતી હતી. સોનમની બહેને જણાવ્યું કે, તેને એક યુવક સાથે અફેર હતું.

જાણવા મળી રહ્યું છે કે સોનમ ત્રણ મહિના પહેલા એક યુવકને મળવા માટે ગઈ હતી. જ્યાં તેની એક સિક્યુરિટી ગાર્ડ સાથે વિવાદ થઈ ગયો હતો. આ વિવાદના કારણે સોનમે પોતાની જોબ ગુમાવી પડી હતી. ત્યાર પછી સોનમ નવી નોકરી શોધી રહી હતી. સોનમની બહેને જણાવ્યું કે, સોનમ પ્રેમી તેની પાસેથી બળજબરી પૂર્વક પગાર પડાવી લેતો હતો અને તેની ધુલાઈ કરતો હતો.

આ બાબતને લઈને સોનમે ઘણી વખત તેની બહેનને પણ ફરિયાદ કરી હતી. શિવાની શનિવારના રોજ સોનમને ફોન કરતી હતી પરંતુ તે ફોન ઉપાડતી ન હતી. આ કારણોસર શિવાનીએ સોનમના મકાન માલિકને ફોન કર્યો હતો. જેથી મકાન માલિક સોનમની રૂમમાં ગયા હતા, ત્યારે તેના રૂમનો દરવાજો અંદરથી બંધ હતો.

પછી મકાન માલિકે ગમે તેમ કરીને રૂમમાં ડોકિયું કર્યું ત્યારે સોનમનું મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળ્યું હતું. જાણવા મળી રહ્યું છે કે, શુક્રવારના રોજ રાત્રિના સમયે સોનમ પોતાના પ્રેમીને મળવા ગઈ હતી અને પછી ઘરે આવી હતી અને ત્યારબાદ તેને ગળાફાંસો ખાધો હતો.

સોનમની બહેનનું કહેવું છે કે સોનમનો બોયફ્રેન્ડ તેને સારી રીતે માનસિક રીતે ત્રાસ આપતો હતો. જેના કારણે સોનાને ગળાફાંસો ખાઈ લીધો છે. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પરિવારથી અલગ રહેતી 22 વર્ષની યુવતીએ ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું… જાણો દીકરી પર એવી તો શું આફત આવી પડી હશે…"

Leave a comment

Your email address will not be published.


*