ગાંધીનગરમાં અભ્યાસ કરતા 21 વર્ષના યુવાનનું હાર્ટ એટેક આવતા દુખદ નિધન… દીકરાના મોતના સમાચાર મળતા જ પરિવાર આઘાતમાં સરી પડ્યો…

Published on: 12:10 pm, Thu, 10 August 23

છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેક આવતા મોત થવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. તમે ઘણી એવી ઘટનાઓ સાંભળીએ છીએ જેમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, જીમમાં કસરત કરતી વખતે અથવા તો બેઠા બેઠા હાર્ટ એટેક આવતા મોત થતા હોય છે.

ત્યારે ગુજરાત રાજ્યમાં હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની વધુ એક ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં હાર્ટ એટેક આવતા ગાંધીનગરના 21 વર્ષના યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. માત્ર 21 વર્ષના દીકરાનું મોત થતા જ પરિવાર ઉપર શોકનું મોજું ફરી વળ્યું હતું.

ઘટનાને લઈને વિગતવાર વાત કરે તો નવસારી જિલ્લાના બીલીમોરા ખાતે આવેલા જીવન જ્યોત એપાર્ટમેન્ટમાં રહેતો આયુષ ગાંધી નામનો 21 વર્ષનો યુવક ગાંધીનગર ખાતે આઇટી ફિલ્ડમાં અભ્યાસ કરતો હતો. ગઈકાલે અચાનક જ આયુષને હાર્ટ એટેક આવ્યો હતો અને તેનું મોત થઈ ગયું હતું.

હાર્ટ એટેક આવતા જ આયુષનું દુઃખદ અવસાન થતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.આયુષને હાર્ટ એટેક આવ્યા બાદ આ ઘટનાની જાણ આયુષના મિત્રોએ તેના પરિવારજનોને કરી હતી. દીકરાના મોતના સમાચાર મળ્યા બાદ પરિવારના સભ્યો આઘાતમાં સરી પડ્યા હતા.

કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં કોરોનાની મહામારી બાદ હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. આ ઉપરાંત ગઈકાલે ખેડાના વસોમાં ફરજ બજાવતા ATDOને હાર્ટ એટેક આવ્યો હતો અને તેમનું મોત થઈ ગયું હતું. અજયસિંહ જામનું હાર્ટ એટેક આવતા મોત થતાં જ કચેરીમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ગાંધીનગરમાં અભ્યાસ કરતા 21 વર્ષના યુવાનનું હાર્ટ એટેક આવતા દુખદ નિધન… દીકરાના મોતના સમાચાર મળતા જ પરિવાર આઘાતમાં સરી પડ્યો…"

Leave a comment

Your email address will not be published.


*