સાપુતારા ફરવા ગયેલા 4 મિત્રોને રસ્તામાં નડ્યો ભયંકર અકસ્માત… મિત્રની નજર સામે બે મિત્રોનું કરુણ મોત…

Published on: 12:42 pm, Thu, 10 August 23

હાલમાં બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાના વાસદા વગઈ માર્ગ પર કાર ડિવાઇડર સાથે અથડાતા ભયંકર અકસ્માતો સર્જાયો તો અકસ્માતની ઘટનામાં કારમાં સવાર બે મિત્રોના મોત થયા છે. જ્યારે અન્ય બે યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

Saputara young men's car overturns after hitting divider on Vansada Waghai  road, 2 friends killed, 2 injured | સાપુતારા ફરવા ગયેલા યુવકોની કાર વાંસદા  વઘઈ માર્ગ પર ડિવાઈડર સાથે અથડાતા પલટી ...

તેમને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. ટક્કર એટલી જોરદાર હતી કે કારનો તો ભાંગીને ભૂકો થઈ ગયો હતો. આ અકસ્માતની ઘટના વાંસદા તાલુકાના ચારણવડા ગામ નજીક બની હતી. અહીં એક કાર અચાનક જ ડિવાઇડર સાથે અથડાઈને પલટી ખાઈ ગઈ હતી.

જાણવા મળી રહ્યું છે કે અકસ્માતની ઘટના બની ત્યારે કાર ખૂબ જ સ્પીડમાં હતી. અકસ્માતની ઘટનામાં કારમાં સવાર 24 વર્ષીય પાર્થ વજુભાઈ ડોબરીયા અને 22 વર્ષીય રાકેશભાઈ ખાંટનું મોત થયું છે. બંને મિત્રોને ગંભીર ઈચ્છા પહોંચી હતી આ કારણોસર બંનેનું ઘટના સ્થળે મોત થઈ ગયું હતું. જ્યારે નીરજ પ્રકાશભાઈ ડોબરીયા અને હર્ષિલ કાનજીભાઈ ઠુંમર નામના અન્ય બે મિત્રો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

તેમને તાત્કાલિક સારવાર માટે વાસદાની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હાલમાં તેમની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. અકસ્માતની ઘટનાની જાણ થયા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી હતી.

જાણવા મળી રહ્યું છે કે કારમાં સવાર ચારેય મિત્રો અંકલેશ્વરની ઓમ એન્ડ ફાર્મા કંપનીના કર્મચારી હતા. ચારે મિત્રો સાપુતારા ફરવા જવા માટે નીકળ્યા હતા. ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો. અકસ્માતની ઘટનામાં બે મિત્રોની નજર સામે બે મિત્રોનું મોત થઈ ગયું છે. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને વાંસદા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટના બનતા જ મૃતકોના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સાપુતારા ફરવા ગયેલા 4 મિત્રોને રસ્તામાં નડ્યો ભયંકર અકસ્માત… મિત્રની નજર સામે બે મિત્રોનું કરુણ મોત…"

Leave a comment

Your email address will not be published.


*