સુરતમાં 14 વર્ષની એક વિદ્યાર્થિનીએ પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું, મૃત્યુનું કારણ હજુ પણ અકબંધ…

Published on: 5:59 pm, Wed, 24 November 21

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં એક ચૌદ વર્ષની વિદ્યાર્થિનીએ પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું છે. આ ઘટનાના કારણે વિદ્યાર્થિનીના પરિવારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. દીકરીના આ પ્રકારના પગલાં લઇને અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.

આ સમગ્ર ઘટનાને લઇને દીકરીની માતાએ જણાવ્યું કે અમે બપોરે ભોજન કરીને સુઈ ગયા હતા અને જ્યારે સાંજે જાગ્યા ત્યારે તમે બહાર ઓટલે બેઠા હતા. ત્યારે દીકરી અચાનક ઘરમાં અને ઘરની અંદરથી બંધ કરી દીધું હતું.

અને ત્યારબાદ માસુમ વિદ્યાર્થીએ દુપટ્ટો હુક વડે બાંધીને પોતાનું જીવન ટુંકાવ્યું હતું. ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી વિદ્યાર્થી ની ઉંમર 14 વર્ષની હતી.

એ ધોરણ 7 માં અભ્યાસ કરતી હતી. મળતી માહિતી અનુસાર લગભગ ચાર વાગ્યાની આસપાસ વિદ્યાર્થીની જાગીને ઘરના આંગણે બેઠી હતી. થોડીક વાર બાદ તે ઘરની અંદર જાય છે અને દરવાજો બંધ કરી દે છે.

વિદ્યાર્થિનીએ દરવાજો ન ખૂલ્યો તે માટે તેની બહેને બૂમાબૂમ કરી હતી અને તેનો અવાજ સાંભળીને આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા. અને દરવાજો તોડ્યો ત્યારે અંદર વિદ્યાર્થીનીનું મૃતદેહ લટકતો જોવા મળ્યું હતું. આ ઘટનાની ખબર વિદ્યાર્થિનીના પિતાને ખબર પડતાં જ પિતા શોકમાં ચાલ્યા ગયા હતા.

કયા કારણોસર માસુમ વિદ્યાર્થીનીએ આ પ્રકારનું પગલું ભર્યું તેનું હજુ કોઈ પણ કારણ સામે આવ્યું નથી. સમગ્ર ઘટનાને લઇને પાંડેસરા તપાસ હાથ ધરી છે અને વિદ્યાર્થીનીએ આ પ્રકારનું પગલું શા માટે ભર્યું તેની તપાસ પણ શરૂ કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરતમાં 14 વર્ષની એક વિદ્યાર્થિનીએ પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું, મૃત્યુનું કારણ હજુ પણ અકબંધ…"

Leave a comment

Your email address will not be published.


*