છેલ્લા કેટલાય સમયથી વાલીઓ અને શાળા સંચાલકો વચ્ચે ચાલી રહેલા વિદ્યાર્થીઓ ના ફી મુદ્દામાં હાઇકોર્ટ દ્વારા આજે પ્રાઇવેટ સ્કૂલો કેટલી ફી વસુલે શકશે એ અંગેનો નિર્ણય આપી દેવામાં આવ્યો છે.
ગુજરાત સરકાર દ્વારા થોડા સમય પહેલા નક્કી કરવામાં આવ્યું હતું કે જ્યાં સુધી શાળાઓ ખૂલે નહીં ત્યાં સુધી શાળા સંચાલકો વિદ્યાર્થી પાસેથી માંગી શકશે નહીં . જેની રજૂઆત ખાનગી શાળા સંચાલકોએ હાઇકોર્ટ સમક્ષ કરી હતી અને હાઇકોર્ટ દ્વારા ગુજરાત સરકારના પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આજે હાઇકોર્ટે આ બાબતે પ્રાઇવેટ શાળાઓને આદેશ આપ્યો છે.
હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે ખાનગી શાળાઓ ટ્યુશન ફી સિવાયના બીજા કોઈ પણ પ્રકારની ફી વસૂલી શકશે નહીં.
આ ઉપરાંત ફી માટે પણ વાલીઓની સરળ હપ્તા ની પણ વ્યવસ્થા કરી શકાય તેવું ખાનગી શાળાઓને જણાવવામાં આવ્યું છે. કોર્ટ દ્વારા કડક શબ્દોમાં આદેશ કર્યા છે કે કોરોના ના કારણે ઘણા વાલીઓ ને નોકરી ગુમાવવાનો વારો પણ આવ્યો છે. ઘણા વાલીઓના પગારમાં પણ કાપ મૂકાયો છે જેના કારણે તેઓ તમામ ફી ચૂકવી શકે તેમ નથી. કોરોના ની સ્થિતિ માં શાળા એ પણ ટકી રહેવું મુશ્કેલ છે.
હાઇકોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું કે ઓનલાઈન શિક્ષણમાં શાળા સંચાલકો ટયુશન ફિ સિવાય અન્ય ટ્રાન્સપોર્ટેશન ફી, સ્પોર્ટસ ફી ન ઉઘરાવી શકે . શાળાઓએ આ કપરા સમયમાં થોડાક મહિના નોન પ્રોફિટ આઉટલુક અપનાવવો પડશે તેમ હાઇકોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે.
Be the first to comment