અમદાવાદમાં જીવલેણ કોરોનાવાયરસ ના આ શહેર વચ્ચે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાં આગ ની ઘટના બનેલ છે. આ હોસ્પિટલને કૉવિડ હોસ્પિટલ જાહેર કરવામાં આવેલ હતી . હોસ્પિટલના ચોથા માળે આવતી કાલે વહેલા સવારે આગ લાગેલ હતી અને ત્યાં ઘટના સમયે હોસ્પિટલમાં 40 દર્દીઓ સારવાર હેઠળ હતા . જેમાં આઠ લોકો જીવતા ભૂંજાઈ ગયા છે.
કોરોના થી બચવા જીવ બચાવવા હોસ્પિટલમાં ગયા રાહતી ઓ પણ અહીં લાગેલી આગના કારણે ભયંકર મોત આવેલ છે. બાકીના 41 લોકોને એસ.વી.પી હોસ્પિટલમાં ખસેડાયા હતા.આ અંગે cm રૂપાણીએ પણ તાત્કાલિક જવાબદારો સામે તપાસના આદેશ આપ્યા છે. વહેલી સવારે આગ લાગી હોવા છતાં સાત વાગ્યા બાદ અધિકારીઓ હોસ્પિટલ પહોંચ્યા હતા . ઘટના અંગે પરિવારજનોને પણ મીડિયા મારફતે મળી હતી . પરિવારજનો ઘટના બાદ દોડી આવ્યા હતા જોકે તેમના પરિવારના કોઈ જીવતા છે કે મોત થઈ ગયું છે તે અંગેની કોઈ વિગત પણ ન મળી હતી.
આઈ.સી.યુ વોર્ડમાં લાગેલી આગમાં કોરોનાના 8 દર્દીઓના મોત થયા હતા . જેમાં પાંચ પુરુષ અને ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે. તો વળી આગની ઘટનામાં ઘાયલ થયેલા 41 લોકોને એસવિપી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ છે . કોરોનાની મહામારી ના કારણે શ્રેય હોસ્પિટલ કોવીડ 19 જાહેર કરાઇ હતી . મળતી માહિતી પ્રમાણે આઈસીયુ માં શોર્ટસર્કિટના કારણે આગ લાગી હતી તો ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો . જ્યારે આગની ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.