મોરબીમાં પત્નીએ ઘરે આવવાની ના પાડી તો, પતિએ ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું… હજુ થોડાક સમય પહેલા જ બંનેએ…

Young man suicide in Morbi: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સુસાઇડની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હાલમાં મોરબીમાં(Morbi) બનેલી એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક યુવકે ગળાફાંસો ખાઈને પોતાનું(Young man suicide) જીવન ટૂંકાવવી લીધું છે. મૃત્યુ પામેલા યુવકનું નામ રાહુલ સોલંકી હતું અને તેની ઉંમર 27 વર્ષની હતી.

રાહુલ સોલંકી મોરબીના વાવડી રોડ પર ભૂમિ ટાવર સામે ઓમ શાંતિ પાર્કમાં રહેતો હતો અને તે દસ્તાવેજનું કામ કરતો હતો. રાહુલ સોલંકી સુસાઇડ કર્યું છે આ વાતની જાણ થતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને તપાસ શરૂ કરી દીધી હતી.

સુસાઇડના આ બનાવ અંગે પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર, મૃત્યુ પામેલા રાહુલ સોલંકી રૂપાલી પરમાર નામની યુવતી સાથે લવમેરેજ કર્યા હતા. હાલમાં રૂપાલી પોતાના માવતરના ઘરે હતી. 22 તારીખના રોજ રૂપાલી અને રાહુલ બંને કોર્ટ કમ્પાઉન્ડમાં મળ્યા હતા.

ત્યારે રાહુલે રૂપાલીને ઘરે આવવાનું કહ્યું હતું. ત્યારે રૂપાલીએ ઘરે આવવા માટે ઇનકાર કરી દીધો હતો. રૂપાલીએ ઘરે આવવાની ના પાડી એટલે રાહુલને આ વાત મનમાં લાગી ગઈ હતી. પછી રાહુલે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા તપાસ ચાલુ છે.

આ સમગ્ર ઘટના અંગે મૃત્યુ પામેલા રાહુલના ભાઈ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. પોલીસને મૃત્યુ પામેલા રાહુલ પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી છે. તે પોલીસે કબજે કરીને વધુમાં તપાસ હાથ ધરી છે. હાલમાં આ ઘટનાને લઈને એ ડિવિઝન પોલીસ તપાસ કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*