Madhya Pradesh, Jabalpur Love jihad: સોશિયલ મીડિયા પર અવારનવાર એવા કિસ્સાઓ સામે આવે છે જે જોઈને કે સાંભળીને આપણે ચોકી જઈએ છીએ. મધ્યપ્રદેશના જબલપુર(Jabalpur) જિલ્લામાં એક પરિવારે પોતાની જીવતી દીકરીનું પિંડદાન(Pinddan) કરીને લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. કહેવાય છે ને કે પ્રેમમાં પડ્યા પછી યુવક યુક્તિ આંધળા બની જાય છે, હાલમાં જ બ્રાહ્મણ પરિવારની દીકરીએ મુસ્લિમ યુવક સાથે લગ્ન(A Brahmin’s daughter married a Muslim youth) કરતા પરિવારે પિંડદાન કરી નાખ્યું અને સાથે જ શોક સંદેશમાં એવું લખાવ્યું કે સૌ કોઈ લોકો ચોકી ગયા.
ખરેખર આ ઘટના સમાજ માટે ચોકાવનારી છે, આ ઘટના અંગે જાણીએ તો અમખેરામાં રહેતા બ્રાહ્મણ પરિવારની દીકરી અનામિકા દુબેએ અયાઝ નામના યુવક સાથે લગ્ન કર્યા હતા. પરિવાર આ લગ્નથી ના ખુશ હતા અને તેમની દીકરીએ આવું પગલું ભરતા તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા. દીકરીના આ પગલાથી પરિવારે દીકરીને જીવતા જીવતે પિંડદાન કરાવ્યું.
પરિવારે સમાજના લોકોને જાણ કરવા માટે શોક સંદેશ લખાવ્યો, સુપુત્રીના બદલે પરિવારે કુપુત્રી અને નરક નિવાસી લખાવ્યું હતું. તેમજ 11 જૂનના રોજ ગ્વારીઘાટ પર તેના પિંડદાન અને પ્રેત ભોજન ની માહિતી આપવામાં આવી હતી. આ ઘટના અંગે જાણવા મળ્યું હતું કે યુવતી ઘરેથી ભાગી ગઈ હતી. ભાગ્યા પછી બંને એ મેરેજ રજીસ્ટાર ઓફિસમાં કોર્ટ મેરેજ માટે અરજી કરી હતી.
આ ઘટનાની જાણ થતા યુવક સામે ફરિયાદ નોંધાઈ હતી, પરિવારને આ ઘટનાને કારણે ખૂબ જ આઘાત લાગ્યો હોવાથી પરિવારે વિચાર્યું કે જે દીકરી પોતાની ના થઈ એ દીકરી માટે શું લાગણી રાખવી. આ કારણે પરિવારે જીવતા જીવત તેની અંતિમવિધિ કરી હતી, આવો જ એક બનાવ હાલમાં રાજસ્થાનમાં પણ બન્યો છે.
ખરેખર દીકરીઓ આ ઘટના પરથી એવુ શીખવા મળે છે કે, મા બાપે તમને આ દુનિયા આપી હોય એ જ મા-બાપને તરછોડી અને તેમનો વિશ્વાસઘાત કરીને કોઈ પ્રેમી સાથે ભાગી જવું એ યોગ્ય ન કહેવાય. આ બ્રાહ્મણ પરિવાર એ આવું કાર્ય કરી એક સરસ દાખલો બેસાડ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment