રાજકોટમાં 150 ફૂટ રીંગરોડ પર મિત્રની નજર સામે મિત્રનું કરુણ મોત… પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો… ‘ઓમ શાંતિ’

Published on: 10:35 am, Wed, 14 June 23

Rajkot 150 feet ring road Accident: છેલ્લા ઘણા સમયથી ગુજરાત રાજ્યમાં અકસ્માતના(Accident) બનાવો ખૂબ જ વધી રહ્યા છે. ઘણી વખત અકસ્માતની ઘટનામાં એક જણાને ભૂલ અથવા તો બેદરકારીના કારણે અન્ય નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવો પડતો હોય છે. ત્યારે હાલમાં રાજકોટ(Rajkot)માં બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં રાજકોટમાં રૈયા ટેલીફોન એક્સચેન્જ(Raia Telephone Exchange) પાસે રહેતા 26 વર્ષના હેમલ જયેશભાઈ ચાવડા નામના યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે.

હેમલ ગઈકાલે તેના મિત્ર મિલન સાથે બપોરના સમયે બહાર જતો હતો. હેમલ અને મિલન બંને અલગ અલગ બાઈક પર હતા. ત્યારે 150 ફૂટ રીંગ રોડ પર સ્ટર્લીંગ હોસ્પિટલ પાસે ડિવાઈડર નજીક માલવાહક બોલેરો પાછળ હેમલની એકટીવા અથડાય હતી. બોલેરો સાથે ટક્કર થયા બાદ હેમલ ફંગોળાઈને રોડ ઉપર પટકાયો હતો.

આ ઘટનામાં તેના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. સમગ્ર અકસ્માતની ઘટના બની આબાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત થયેલા હેમલ ને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા. અહીં ટૂંકી સારવાર દરમિયાન હેમલે પોતાનો જીવ ગુમાવ્યો હતો.

હેમલના મોતના સમાચાર મળતા જ આખો પરિવાર દોડતો થઈ ગયો હતો. મિત્રો તમને જણાવી દઈએ કે હેમલ ચાવડા મૂળ દ્વારકાનો વતની હતો. તેના પિતા આ દુનિયામાં હયાત નથી અને હેમલની માતા દ્વારકામાં રહે છે. હેમલ અહીં રાજકોટમાં એક કુરિયર ઓફિસમાં નોકરી કરીને પોતાનું તથા પોતાની માતાનું ગુજરાન ચલાવતો હતો.

તેવામાં હેમલના મૃત્યુના સમાચાર મળતા જ માતાએ હૈયાફાટ રૂદન કર્યું હતું. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને ગાંધીગ્રામ પોલીસે જરૂરી કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રાજકોટમાં 150 ફૂટ રીંગરોડ પર મિત્રની નજર સામે મિત્રનું કરુણ મોત… પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો… ‘ઓમ શાંતિ’"

Leave a comment

Your email address will not be published.


*