Patan-Shihore Highway Accident: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ વિશે સાંભળ્યું હશે જેમાં એક જણાની બેદરકારીના કારણે અન્ય લોકોએ પોતાનો જીવ ગુમાવો પડતો હોય છે. ત્યારે હાલમાં પાટણ-શિહોર હાઇવે પર ભૂતિયાવાસણા પાસે રાત્રે 10:30 વાગ્યાની આસપાસ બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે.
અહીં બાઈક સવાર ત્રણ યુવકોને કોઈ અજાણ્યા ડમ્પર ચાલકે પાછળથી જોરદાર ટક્કર લગાવી હતી. જેના કારણે બાઇક પર સવાર બે યુવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે અન્ય એક યુવકને સારવાર માટે હોસ્પિટલ લઈ જતા હતા ત્યારે રસ્તામાં તેને પોતાનો જીવ ગુમાવ્યો હતો.
હાલમાં તો આ ઘટનાને લઈને પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી દીધી છે. આ ઘટનાની જાણ થતા જ મૃત્યુ પામેલા યુવકોના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. મૃત્યુ પામેલા યુવકો ત્રણેય મિત્રો હતા. ઘટનાને લઈને વિગતવાર વાત કરી તો સરસ્વતીના અધાર ગામના અબુજી બચુજી સોલંકી, જગતસંગ પ્રહલાદસંગ સોલંકી અને અર્જુનસિંહ સોલંકી નામના ત્રણ મિત્રો મોડી રાત્રે પાટણ થી ઘર તરફ જઈ રહ્યા હતા.
આ દરમિયાન પાટણ-સિહોર હાઇવે પર ભૂતિયા વાસાણા ગામ નજીક પુલપાડ ઝડપે પાછળથી આવતા એક અજાણ્યા ડમ્પર ચાલકે બાઇક સવાર ત્રણેય મિત્રોને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલે જોરદાર હતી કે ત્રણેય મિત્રો હવામાં ફંગોળાઈને રોડ ઉપર પટકાયા હતા. આ અકસ્માતની ઘટનામાં ત્રણેય મિત્રોના માથાના ભાગ સહિત શરીરના ભાગ પર ગંભીર ઇજાઓ પહોંચી હતી.
આ કારણોસર બે મિત્રોના તો ઘટના સ્થળે મોત થઈ ગયા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. સ્થાનિક લોકોએ આ ઘટનાની જાણે 108 ની ટીમને કરી દીધી હતી. ત્યાર પછી ઇજાગ્રસ્ત થયેલા એક મિત્રને 108 ની મદદ થી સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવતો હતો. પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેનું રસ્તામાં મોત થઈ ગયું હતું.
ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. મૃત્યુ પામેલા યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હાલમાં તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. એક જ ગામના ત્રણ મિત્રોને એક સાથે અર્થે ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment