આપણે સોશિયલ મીડિયા પર દરરોજ ઘણી અવારનવાર પ્રેમ કહાનીઓ સાંભળતા હશે. પ્રેમ એક એવી વસ્તુ છે કે ગમે તે યુવકને ગમે તે યુવતી સાથે થઈ જાય, પ્રેમમાં પાગલ બનેલા લોકો શું કરતા હોય છે તે તેમને પણ ખબર રહેતી નથી. ત્યારે હાલમાં એક ખૂબ જ સુંદર પ્રેમ કહાનીનો કિસ્સો સામે આવ્યો છે. તમે ઘણા એવા કિસ્સાઓ સાંભળ્યા હશે જેમાં ભારતીય યુવક વિદેશની યુવતીઓ સાથે લગ્ન કરી લેતા હોય છે.
પરંતુ આપણે હાલમાં જે કિસ્સાની વાત કરવાના છીએ તેમાં કંઈક ઊંધું છે. આ કિસ્સામાં લંડનમાં રહેતા ભૂરીયાને ભારતીય યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો.લંડનમાં રહેતા ભુરીયા નું નામ સેમ છે જ્યારે ભારતમાં રહેતી યુવતીનું નામ ઝેના વત્સ છે. બંને વચ્ચેની મિત્રતા પ્રેમ સંબંધમાં પરિવર્તિત થઈ ગઈ હતી.
ત્યારબાદ બંને લગ્ન કરવાનું નક્કી કર્યું હતું અને બંનેની પરિવારની સંમતિથી બંને ધામધૂમથી લગ્ન કર્યા હતા. ઝેના વત્સ બિહારના કહેલગાવની રહેવાસી છે. ઝેના વત્સ એન્જિનિયરિંગ નો અભ્યાસ પૂરો કરવા સાત વર્ષ પહેલા લંડનમાં નોકરી કરવા માટે ગઈ હતી. ત્યાં તે એક ટેલિકોમ કંપનીમાં કામ કરતી હતી, આ દરમિયાન તેની મુલાકાત સેમ નામના યુવક સાથે થઈ હતી.
ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા થઈ ગઈ અને દિવસો વીતતા ગયા તેમ બંનેની મિત્રતા વધી ગઈ હતી. થોડાક દિવસો બાદ બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા. પછી બંને એકબીજા સાથે લગ્ન કરવાનું પણ નક્કી કર્યું હતું. બંને અલગ અલગ જાતિના અને અલગ અલગ દેશના હતા છતાં પણ બંને દરેક બંધનોને તોડીને લગ્ન કરવાનું નક્કી કરી લીધું હતું.
ત્યારબાદ કોરોના આવી ગયો જેના કારણે બંનેના લગ્ન બંધ રહ્યા હતા. ત્યારબાદ યુવતીના પરિવારના લોકોએ સેમ ને પોતાના ઘરે બોલાવ્યો અને બંનેના લગ્ન બાબા વૈદ્યનાથ ધામ મંદિરમાં કરવામાં આવ્યા હતા. બંનેના લગ્ન હિન્દુ રીતે રિવાજ પ્રમાણે કરવામાં આવ્યા હતા. આ લગ્ન પ્રસંગમાં સેમના પરિવારના લોકો પણ હાજર રહ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment