લગ્નમાં કન્યાની વિદાય વખતે વરરાજાએ કંઈક એવું કર્યું કે, વિદાય વખતે રડવાની જગ્યાએ કન્યા હસવા લાગી…જુઓ વાયરલ વિડિયો…

મિત્રો હાલમાં તો સમગ્ર દેશભરમાં લગ્નની સિઝન ચાલી રહે છે અને તમે સોશિયલ મીડિયા પર લગ્નના ઘણા અવારનવાર વીડિયો જોયા હશે. ખાસ કરીને લગ્નમાં વરરાજાના મિત્રો ઘણી વખત એવી હરકતો કરતા હોય છે. જે જોઈને ત્યાં હાજર તમામ મહેમાનો હસવા લાગતા હોય છે. પરંતુ આજે આપણે એક એવા લગ્નની વાત કરવાના છીએ.

જેમાં વરરાજાના મિત્રોએ નહીં પરંતુ વરાજાએ કંઈક એવું કર્યું કે વિદાય વખતે રડવાની જગ્યાએ દુલ્હન પણ હસવા લાગી હતી. જેનો એક વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને તમને પણ હસવું આવી જશે. મિત્રો લગ્નમાં જ્યારે દુલ્હનને વિદાય કરવાનો સમય આવે છે ત્યારે ત્યાં હાજર તમામ રડી પડતા હોય છે.

આ સમયે આખો માહોલ ખૂબ જ ભાવુક બની જતો હોય છે. પરંતુ હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં કંઈક અલગ જ થયું છે. જેમાં દુલ્હનની વિદાય વખતે વરરાજાએ પોતાના મિત્રો સાથે મળીને કંઈક એવું કર્યું કે જ્યાં હાજર તમામ લોકો ખડખડાટ હસી પડ્યા હતા અને દુલ્હન પણ પેટ પકડીને હસવા લાગી હતી.

વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, લગ્ન પૂર્ણ થઈ ગયા બાદ કન્યા વરરાજાનો હાથ પકડીને મંડપની બહાર આવે છે. ત્યારે મંડપની બહાર વરરાજાના મિત્રો એક લાઈનમાં ઉભેલા જોવા મળી રહ્યા છે. પોતાના મિત્રોને જોઈને વરરાજા તેમના ગળે વળગીને રડવાનું નાટક કરે છે. આ દ્રશ્યો જોઈને કન્યા ખડખડાટ હસી પડે છે અને વરરાજાનો હાથ પકડીને પોતાની પાસે ખેંચવાનો પ્રયાસ કરે છે.

પરંતુ વરરાજા કન્યા સાથે જતો નથી અને પોતાના મિત્રોને વળગીને રડવાનું નાટક કરે છે. આ દ્રશ્યો જોઈને ત્યાં હાજર લોકો પણ ખડખડાટ હસી પડ્યા હતા. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વિડિયો ઈન્સ્ટાગ્રામ પર arbazkhanak નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Ârbàz Khâñ Â K (@arbazkhanak)

મિત્રો આ વિડીયો લોકોને એટલો પસંદ આવી રહ્યો છે કે બે લાખથી પણ વધારે લોકોએ વીડિયોને લાઈક કરી છે. વાયરલ વીડિયો જોઈને ઘણા લોકો તો હસી હસીને ગોટો વળી ગયા છે અને ઘણા લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*