હાલમાં સમગ્ર દેશભરમાં લગ્નની સિઝન ચાલુ થઈ ગઈ છે. ત્યારે આજે આપણે એક કુતરા અને કુતરીના અનોખા લગ્ન વિશે વાત કરવાના છીએ. એક પતિ પત્નીએ ભારતીય રીતે રિવાજ મુજબ પાલતુ કુતરીના લગ્ન પડોશના કુતરા સાથે કરાવ્યા છે. હાલમાં લગ્ન સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયા છે. બંનેના લગ્ન વિશે લોકો અલગ અલગ પ્રકારની વાતો કરી રહ્યા છે.
મળતી માહિતી અનુસાર આ લગ્નનો કિસ્સો ગુરુગ્રામથી સામે આવી રહ્યો છે. મિત્રો અહીં શેરૂ નામના કુતરા અને સ્વીટી નામની કુતરીના ધામધૂમથી લગ્ન કરવામાં આવ્યા હતા. આ લગ્નની અંદર લગભગ 100 જેટલા લોકો જોડાયા હતા. દુલ્હનની જેમ કુતરીને તૈયાર કરવામાં આવી હતી. લગ્નમાં બંનેને સાથ ફેરા પણ ફેરવ્યા હતા.
લગ્નમાં જ્યારે સ્વીટીની વિદાય કરવામાં આવી ત્યારે તેની માલકીન ખૂબ જ રડી હતી. જેનો વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. નાનપણથી જ સ્વીટીને પોતાના બાળકની જેમ સાચવી હતી. તેમને કોઈ સંતાન ન હતું તેથી તેમને સ્વીટીને પોતાની દીકરી બનાવી હતી. જ્યારે સ્વીટીના લગ્ન થઈ રહ્યા હતા ત્યારે બંને પતિ પત્ની ખૂબ જ ખુશ હતા.
નાનપણથી સ્વીટીને પોતાના બાળકની જેમ સાચવનાર સવિતાબેન ને જણાવ્યું કે, હું એક પાલતુ પ્રાણી પ્રેમી છું. મારે કોઈ બાળક નથી તેથી સ્વીટી અમારી બાળકી જેવી જ છે. મારા પતિ જ્યારે મંદિરે જાય ત્યારે તેઓ મૂંગા પ્રાણીઓને ખવડાવતા હતા. એક દિવસ એક રખડતો કૂતરું તેમની પાછળ આવ્યું હતું અને આ રીતે સ્વીટી ત્રણ વર્ષથી અમારી પાસે રહે છે.
અમને બધા કહેતા હતા કે સ્વીટીના લગ્ન કરાવવા જોઈએ. ત્યારબાદ પડોશમાં રહેતા શેરૂ નામના કુતરા સાથે ભારતીય રીતે રિવાજ મુજબ અમે સ્વીટી ના લગ્ન કરાવ્યા હતા. શેરૂના માલિકે જણાવ્યું કે, અમે છેલ્લા આઠ વર્ષથી શેરૂ સાથે રહીએ છીએ. અમે હંમેશા તેને અમારા બાળકની જેમ સાચવીએ છીએ.
શેરૂ અને સ્વીટીના લગ્નની ચર્ચાઓ હાલમાં ચારે બાજુ ચાલી રહે છે અને અનોખા લગ્ન વિશે સાંભળીને ઘણા લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. વાયરલ થયેલો વિડિયો ANI ન્યુઝ એજન્સીએ પોતાની YOUTUBE ચેનલમાં પોસ્ટ કર્યો છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment