મોરબીમાં બનેલી ઘટનાએ સમગ્ર ગુજરાતની જનતાને હચમચાવી દીધી છે. આ ઘટના બનતા ચારેબાજુ માતમ છવાઈ ગયો છે. મોરબીમાં જુલતો પુલ તૂટતા 400 જેટલા લોકો મચ્છુ નદીની અંદર ખાબકીયા હતા. આ ઘટનામાં 141 જેટલા લોકોના મૃતદે પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે અને હજુ પણ બે લોકો ગાયબ છે.
મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 170 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. એવામાં આરીફશા નુરશા શાહમદાર કે જેમના ઘરના 8 લોકો ઝૂલતા પોલ પર ફરવા માટે ગયા હતા. આ ઘટનામાં તેમની પત્ની અને 5 વર્ષના દીકરાનું મૃતદેહ મળી આવતા જ પરિવાર ઉપર આભ તૂટી પડ્યો છે.
જ્યારે તેમની દીકરી સહિત પરિવારના ચાર લોકો હજુ પણ લાપતા છે. મોરબીમાં બનેલી દુર્ઘટનાના કારણે અનેક હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. આરીફશા નુરશા શાહમદાર નામના વ્યક્તિ મજૂરી કામ કરી રહ્યા છે. તેમના બેન જામનગરથી આવ્યા હતા અને તેઓના ઘરના આઠ સભ્યો મોરબી ખાતે જુલતા પુલ ઉપર ફરવા માટે ગયા હતા.
જ્યાં તેમના પત્ની, દીકરો-દીકરી અને ભાભી, ભત્રીજો તેમના બેન, બેનની દીકરા-દીકરીનો સમાવેશ થાય છે. ત્યારે અચાનક જુલતો પુલ તૂટ્યો હતો. આ ઘટનામાં તેમની પત્ની અને દીકરાનું મૃતદેહ મળી આવ્યું હતું. જ્યારે તેમની દીકરી સહિત પરિવારના ચાર લોકો હજુ પણ લાપતા છે.
8 લોકો પૈકી એક ભાભી જીવતા મળ્યા હતા, જેમના હાથ પર ફેક્ચર થયું છે. પત્ની અને પરિવારના પાંચ વર્ષના દીકરાનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઈ રહ્યો છે અને હજુ પણ પરિવારના ચાર સભ્યોના લાપતા છે. મૃત્યુ પામેલા લોકોના પરિવારને 2 લાખ રૂપિયાની સહાય અને ઇજાગ્રસ્ત થયેલા લોકોને 50000 રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી દેવામાં આવી છે.
આ ઘટનાના ઘણા વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. ઘટનાને લઈને ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે. આ ઘટનાને લઈને તમારું શું કહેવું છે. તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સમાં જરૂર આપજો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment