મિત્રો મધ્યપ્રદેશના જબલપુર જિલ્લામાં બનેલી ઘટનાએ તમામ લોકોને ચૂકાવી દીધા છે ને વાસ્તવમાં મંદિરમાં ચોરી આવા ચોરે નહીં પરંતુ એક વીઆઇપી ચોરે હાઈ પ્રોફાઈલ કારથી કરી છે. મિત્રો ચોર વૈભવી કારમાં મંદિરે પહોંચ્યો ને ત્યાર પછી ચહેરા પર માસ્ક લગાવીને મંદિરમાં પ્રવેશ કર્યા બાદ તે મંદિરની દાન પેટી લઈ જાય છે.
અને આખે આખો મામલો મધ્યપ્રદેશના જબલપુર જિલ્લાના પોલીસ સ્ટેશન બારેલા ની બાજુમાં ગોર ચોકીમાં સ્થિત શાલીવાડા ના હનુમાનજી મંદિરનો છે જ્યાં દિવાળીના એક દિવસ પહેલા બધા ધનની દેવી મહાલક્ષ્મી ની પૂજા માટે પરિવારની તૈયારીઓ સાથે ઉજવણી કરવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે પૈસાની લાલચમાં એક ચોરે મંદિરમાં રાખેલી દાન પેટી લઈને ફરાર થઈ ગયો છે.
ભગવાન પ્રત્યે એને એટલી બધી શ્રદ્ધા સાથે મંદિર પહોંચેલા ચોરે પહેલાં મંદિરની બહાર પોતાના ચંપલ ઉતાર્યા અને પછી મંદિરની અંદર પ્રવેશ કર્યો અને દરવાજા સુધી પહોંચીને હાથ પકડીને કાન પકડીને ભગવાન પાસે પણ માફી માગી અને આ પછી તેને મંદિરમાં રાખેલી દાન પેટી લઈ લીધી.
પરંતુ ચોરની ચોરીની સમગ્ર ઘટના મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે જેમાં કાર સાથે વીઆઈપી ચોર નિર્ભય થઈને મંદિરની દાન પેટી લઈને જતો હોય તેવું દેખાઈ રહ્યું છે. મિત્રો મળતી માહિતી મુજબ હનુમાનજી મંદિરમાં રાખેલ દાન પેટીને ચોરે શનિવારે રાતે લગભગ બે કલાકની આસપાસ પાર કરી લીધી હતી અને બીજા દિવસે વાતનો ખુલાસો થયો,
ત્યારે જ્યારે આ વિસ્તારના રહેવાસી અજય દુબે નામના વ્યક્તિ સવારે મંદિરે પહોંચ્યો જેથી મંદિરમાં રાખવામાં આવેલી દાન પેટી મંદિરમાંથી ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું અને જે બાદ અજય સમગ્ર ગ્રામજનોને વાત કરી હતી અને મંદિરમાં ચોરીની સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી અને હનુમાનજી મંદિરમાં થયેલી ચોરીની આ સીસીટીવી વીડિયોમાં ચોર સફેદ કારમાં આવતો જોવા મળી રહ્યો છે.
અને ચોરે પોતાનું મોઢું કપડાથી ઢાંકેલું છે અને જમણા હાથની આંગળીમાં તેને બે વીંટી અને ડાબા હાથમા ઘડિયાળ પેરી છે તેવું સીસીટીવી કેમેરામાં દેખાઈ રહ્યું છે ને આ સમગ્ર કેસની જાણ સ્થાનિક પોલીસ સ્ટેશન એ કરવામાં આવી છે જેના આધારે વીઆઈપી ચોર ની શોધકોળ હાલમાં શરૂ કરવામાં આવી છે
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment