સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. અમુક વખત આપણી સામે એવા વિડીયો આવતા હોય છે. જે જોઈને આપણે પણ હચમચી જતા હોઈએ છીએ. ત્યારે હાલમાં તેઓ જ એક વિડીયો વલસાડ જિલ્લાના વાપીના એક સલૂન માંથી સામે આવી રહ્યો છે. એકવાર કપાવવા ગયેલા યુવક સાથે કંઈક એવું બન્યું કે યુવકને સુરતની સિવિલ હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું.
મળતી માહિતી અનુસાર એક યુવક સલૂનમાં વાળ કપાવવા માટે ગયું હતું. અહીં કાતરની જગ્યાએ જવલનશીલ કેમિકલથી વાળ પર આગ લગાવવામાં આવે છે અને ત્યારબાદ વાળ કાપવામાં આવતા હતા. ત્યારે અચાનક જ યુવકના માથાના ભાગે આગ લાગી જાય છે. જેના કારણે યુવક ગંભીર રીતે દાઝી ગયો હતો.
ચીસો પાડતો પાડતો યુવક દુકાનની બહાર ભાગવા લાગ્યો હતો. યુવકને તાત્કાલિક સારવાર માટે સૌપ્રથમ વલસાડની સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીશું વાપી ખાતે ભડક મોર વિસ્તારમાં બંટી નામના યુવકના સલૂનમાં ગઈકાલના રોજ આરીફ નામનો યુવક વાળ કપાવવા માટે ગયો હતો. હેરકટીંગ કરતી વખતે તેની સાથે એક દુર્ઘટના બની હતી. જેના કારણે તે ગંભીર રીતે દાઝી ગયું હતું. આ ઘટનામાં યુવકના ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.
ત્યારબાદ તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. હાલમાં તેની હાલત ખૂબ જ નાજુક છે. મળતી માહિતી અનુસાર વાળ પર નવો અખતરો કરી રહ્યા હતા. ત્યારે યુવકની સાથે આ ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર આરીફ સલૂનમાં ફાયર હેર કટીંગ કરવાનું પસંદ કરે છે.
સલૂન વાળો વ્યક્તિ ફાયર હેર કટીંગ કરતો હોય છે. ત્યારે અચાનક જ આરીફના માથાના ભાગે ગંભીર આગ લાગી જાય છે. માથા અને ગળાના ભાગે આગ લાગવાના કારણે આરીફ ચીસો પાડતો પાડતો બજારમાં ભાગવા લાગે છે. આજુબાજુના લોકો તેને બચાવવા માટે ત્યાં દોડી આવ્યા હતા.
વાળ સાથે અખતરો કરવો ભારે પડી ગયો..! વાળ કપાવવા ગયેલા એક યુવક સાથે કંઈક એવું બન્યું કે… વીડિયો જોઈને હચમચી જશો pic.twitter.com/IOQTeevotC
— GUJJU ROCKZ (@gujju_rockz) October 27, 2022
આગને ઓલવીયા બાદ આરીફને સારવાર માટે તાત્કાલિક વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાંથી વધુ સારવાર માટે તેને સુરતની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મળી આમાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment