મિત્રો ગુજરાતમાં દિવસે અને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે નડાબેટ નજીક શરદ પૂર્ણિમાના ગરબા જોઈને ઘરે આવતા રાજપુત યુવકને રસ્તામાં અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતની ઘટના આટલી ગંભીર હતી કે, યુવકે પોતાનો જીવ ગુમાવ્યો હતો. મિત્રો મૃત્યુ પામેલા યુવકનું નામ કુલદીપસિંહ હતું. દીકરાનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઈ ગયું હતું.
મૃત્યુ પામેલા કુલદીપસિંહના પિતા બિલ્ડર છે. કુલદીપ સિંહના પિતાનું નામ થાનાજી રાજપુત છે. દીકરાના મૃત્યુ બાદ પિતાએ સામાજિક, ધાર્મિક સંસ્થાઓમાં કુલ 1.31 કરોડનું દાન કરીને પુત્ર ઋણ અદા કર્યું હતું. મિત્રો તમને જણાવી દઈએ કે છ દિવસ પહેલાં શરદ પૂર્ણિમાનાની રાત્રે નડાબેટ ખાતે યોજાયેલા ગરબા જોઈને ઘરે પરત ફરી રહેલા કુલદીપસિંહને જલોયા નજીક હાઈવે રોડ ઉપર અકસ્માત નડ્યો હતો.
આ અકસ્માતની ઘટનામાં કુલદીપ સિંહનું કરુણ મૃત્યુ થયું હતું. કુલદીપસિંહના મૃત્યુ બાદ તેના પિતા થાનાજી રાજપૂતે સ્મરણાર્થે નડાબેટ શહીદ સમાજની સંસ્થાઓ અને ગૌશાળામાં કુલ 1.31 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. સુઇગામ તાલુકાના ભરવાડ ગામના વતની થાનાજી રાજપુત નડાબેટ સહિત અનેક ધાર્મિક સંસ્થાઓમાં દાન કરનાર સદગૃહસ્થ દાતા છે.
ભરવાડ ગામના બિલ્ડર અને દાનવીર દાતા તરીકે જાણીતા થાનાજી માનજી રાજપુતનો દીકરો કુલદીપ સિંહ તેમના મિત્રો સાથે ગત શરદ પૂર્ણિમાના દિવસે રાત્રે યોજાયેલા ગરબા જોઈને બાઈક પર મિત્રો સાથે પરત આવી રહ્યો હતો. ત્યારે રસ્તામાં તેને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતની ઘટનામાં તેનું કરુણ મૃત્યુ થયું હતું. જુવાનજોધ દીકરાનું મૃત્યુ થયા બાદ પરિવારમાં માતમ છવાઈ ગયું હતું.
દીકરાના મૃત્યુ બાદ પિતાએ વાવ, થરાદ, સુઇગામ તાલુકા રાજપૂત સમાજ ભવન ગાંધીનગર સુચિતાના નામકરણ “સ્વ. કુલદીપસિંહ થાનાજી માનજી રાજપુત સમાજ ભવનમાં 1 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. આ ઉપરાંત થાનાજી રાજપૂતે શ્રી નડેશ્વરી માતાજી નડાબેટમાં અતિ આધુનિક ગાર્ડન અને લાયબ્રેરી તેમજ પાણીના પરબ માટે 25 લાખ રૂપિયાનું દાન કર્યું છે.
આ ઉપરાંત તેમને ભરવાડ રાજપૂતવાસ સ્મશાન ઘાટ માટે 5 લાખ રૂપિયાનો દાન કર્યું છે. ગાય માતા માટે થાનાજી રાજપૂતે ભરવાડ ગૌશાળામાં 1 લાખ રૂપિયાનું દાન કર્યું છે. આ બધું મળીને કુલ થાનાજી રાજપૂતે 1.31 કરોડનું દાન કરીને દીકરાને શ્રદ્ધાંજલિ આપી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment