પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવતી વખતે બાઈક પર બેઠેલા પિતા અને દીકરા સાથે અચાનક કંઈક એવું બન્યું કે, ત્યાં હાજર તમામ લોકોનો જીવ તાડવે ચોટી ગયો – જુઓ વિડિયો

Published on: 4:33 pm, Wed, 12 October 22

હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. આ ઘટનામાં પેટ્રોલ પંપ પર અચાનક એવું બને છે કે વીડિયો જોઈને ઘડીક વાર તો તમારો શ્વાસ પણ અધ્ધર થઈ જશે. મંગળવારના રોજ સાંજના સમયે એક પેટ્રોલ પંપ પર અચાનક જ બાઈકમાં પેટ્રોલ પૂરતી વખતે આગ લાગી ઉઠી હતી.

અચાનક જ પેટ્રોલ પંપ ઉપર આગ લાગી જવાના કારણે ત્યાં હાજર લોકો પોતાનો જીવ બચાવવા માટે ભાગવા લાગ્યા હતા. આ ઘટનામાં બાઈક પર સવાર પિતા અને પુત્રના કપડા ઉપર પણ આગ લાગી ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાની થઈ નથી. આ ઘટનામાં પેટ્રોલ પંપના કર્મચારીનો હાથ દાઝી ગયો હતો.

આ ઘટના જેસલમેરના હનુમાન ચોકડી પર સ્થિત પેટ્રોલ પંપમાં બની હતી. સમગ્ર ઘટના પેટ્રોલ પંપ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સમગ્ર ઘટનાને લઈને ભૂરા સિંહ નામના વ્યક્તિએ તેઓ મંગળવારના રોજ પોતાના પિતા અને દીકરા સાથે બાઈક પર શહેરમાં ગયા હતા.

સાંજના સમયે તેઓ હનુમાન ચોકડી પાસે બાઇકમાં પેટ્રોલ પુરાવા માટે પેટ્રોલ પંપ પર ગયા હતા. જ્યારે તેમની બાઈકમાં પેટ્રોલ ભરવામાં આવી રહ્યું હતું. ત્યારે અચાનક જ ત્યાં આગ લાગી ઉઠી હતી. આ ઘટનામાં બાઈક પર સવાર બાઈક પર સવાર ભુરાસિંહ તેમના દીકરા અને તેમના પિતાના કપડા ઉપર આગ લાગી હતી.

તેમનો દીકરો બાઈક ઉપર થી નીચે પડી ગયો તેથી તેમના દીકરાના કપડા ઉપર લાગેલી આગ બુસાઈ ગઈ હતી. થોડીક વાર બાદ ભુરાસિંહ અને તેમના પિતાના કપડા ઉપર પણ લાગેલી આગ ઓલવાઈ ગઈ હતી. આ ઘટના બનતા જગ્યા હાજર લોકોમાં ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો.

આ સમગ્ર ઘટના બનતા પેટ્રોલ પંપ હાજર કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ફાયર ફાઈટિંગના સાધનો અને રેતી નાખીને આગને ઓલવી નાખી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈપણ જાનહાનિ થઈ નથી. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવતી વખતે બાઈક પર બેઠેલા પિતા અને દીકરા સાથે અચાનક કંઈક એવું બન્યું કે, ત્યાં હાજર તમામ લોકોનો જીવ તાડવે ચોટી ગયો – જુઓ વિડિયો"

Leave a comment

Your email address will not be published.


*