મિત્રો આપણે ઘણા એવા લોકો જોયા હશે જેવો ગરીબ લોકોની મદદ માટે હંમેશા આગળ જ રહે છે. આવા લોકો બીજા લોકોની મદદ માટે પોતાની આખી જિંદગી વિતાવી દેતા હોય છે. જેમકે ગુજરાતમાં ખજૂર ભાઈ અને પોપટભાઈ ગરીબ લોકોની મદદ માટે હંમેશા મોખરે હોય છે.
ત્યારે આજે આપણે જુનાગઢના કેશોદના બળોદર ગામના રહેવાસી PISની વાત કરવાના છીએ. આજે આપણે PSI હરેશભાઈ એલ.જેબલીયા વિશે વાત કરવાના છીએ. PSI હરેશભાઈ એલ.જેબલીયાએ રાષ્ટ્રપ્રેમની સાથે સાથે શિક્ષણપ્રેમની એક અનોખી મિસાલ પૂરી પાડી હતી.
હરેશભાઈ ધારીના દઈડા ગામની શાળાના 100 બાળકોને દતક લઈને એક સેવાનું કામ કર્યું હતું. હરેશભાઈ જણાવ્યું કે, આ બાળકોને પોતાના જીવનમાં જ્યાં સુધી અભ્યાસ કરવો હશે. ત્યાં સુધી અભ્યાસની તમામ જવાબદારી અને તમામ ખર્ચો મારો રહેશે. હરેશભાઈના બાળકો માટેની સેવાની કાર્યની ચર્ચાઓ ચારે બાજુ ચાલી રહે છે.
હરેશભાઈ વધુમાં જણાવતા કહ્યું હતું કે, જ્યારે મારી પોલીસની તાલીમ પૂર્ણ થઈ અને પછી મારું પહેલું પોસ્ટિંગ 2019માં અમદાવાદના કોટડા વિસ્તારમાં થયું હતું. ત્યારબાદ હરેશભાઈએ ખાખી વર્દીમાં પોતાનો પહેલો જન્મ દિવસ વૃદ્ધાશ્રમમાં જઈને વૃદ્ધ વ્યક્તિઓ વચ્ચે ઉજવ્યો હતો.
હરેશભાઈનું સેવાનું આ કાર્ય તે સમયે ખૂબ જ ચર્ચાનો વિષય બની ગયું હતું. ત્યારબાદ હરેશભાઈ ખૂબ જ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. હરેશભાઈ ને એવું લાગે છે કે લોકોની વધારે મદદ કરવી જોઈએ.
તેથી તેમને મનોમન નક્કી કર્યું હતું કે તેઓ 100 બાળકોને દત્તક લઈને તેમનો ભણવાનો તમામ ખર્ચો ઉઠાવશે. હાલમાં હરેશભાઈ 100 બાળકોનો ભણવાનો તમામ ખર્ચો ઉઠાવી રહ્યા છે. હરેશભાઈના આ સેવાનું કાર્ય જોઈને લોકો તેમનો ખૂબ જ વખાણ કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment