હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક પિતા અને પુત્રએ એક સાથે પોતાનો જીવ ગુમાવ્યો છે. એક સાથે પિતા-પુત્ર )નું મૃત્યુ થતાં પરિવારજનો અને ગામના લોકોમાં શોખનો માહોલ છવાઈ ગયો હતો. આ ઘટના સાગરના બહેરીયા પોલીસ સ્ટેશન વિસ્તારના કરરાપુરમાં બની હતી.
અહીં 48 વર્ષીય કુંજનસિંહ રાજપુત અને તેમના 23 વર્ષીય દીકરા દિપક સિંહ રાજપુત સાથે ખેતરે ગયા હતા. ખેતરમાં બંને બાપ દીકરો કામ કરી રહ્યા હતા. ત્યારે ખેતરમાં કામ કરતી વખતે અચાનક જ દીપકને જોરદાર કરંટ લાગ્યો હતો. જેના કારણે તે ત્યાં જ ઢાળી પડ્યો હતો. થોડીક વાર પછી પિતાએ પોતાના દીકરાને જમીન ઉપર પડેલો જોયો હતો.
પિતાએ દીકરાને બોલાવ્યો પરંતુ દીકરાએ કોઈ પણ પ્રકારનો જવાબ આપ્યો નહીં. જેથી પિતા તાત્કાલિક પોતાના દીકરા પાસે દોડી ગયા હતા. પિતા પોતાના દીકરાને કારણથી બચાવવાનો પ્રયાસ કરતા હોય છે. પરંતુ આ દરમિયાન પિતાને પણ જોરદાર કરંટ લાગ્યો હતો. જોરદાર કરંટ લાગવાના કારણે પિતા પણ ત્યાં જ ઢળી પડ્યા હતા.
પિતા અને પુત્ર થોડાક સમય સુધી ખેતરમાં બેભાન હાલતમાં પડ્યા રહ્યા. જ્યારે આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે તેમને આ ઘટનાની જાણ થઈ હતી. ઘટનાની માહિતી મળતા પરિવારના લોકો પણ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. પરિવારના લોકો ગામજનોની મદદથી પિતા અને દીકરાને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા.
હોસ્પિટલમાં હાજર ડોક્ટરે પિતા અને દીકરાની તપાસ કરી હતી અને ત્યારબાદ બંનેને મૃત જાહેર કર્યા હતા. આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારબાદ બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. એક સાથે પિતા અને દીકરાનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. પરિવાર આર્થિક રીતે પડી ભાંગ્યો હતો. આ ગંભીર દુર્ઘટનાના કારણે ગામમાંથી એક સાથે પિતા અને દીકરાની અર્થી ઉઠશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment