મિત્રો હાલમાં બનેલી એક ચોકવનારી ઘટનાના સીસીટીવી ફૂટેજ સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે. જેમાં એક બાળક ધોળા દિવસે એક વ્યક્તિ પર ગોળી ચલાવી દે છે. આ ઘટનામાં બાળકને તેના મિત્રો પણ સાથ આપે છે. મળતી માહિતી અનુસાર આ ઘટના શુક્રવારના રોજ સાંજે 5:00 વાગ્યાની આસપાસ દિલ્હીના જહાંગીરપુરીમાં બની હતી.
અહીં એક સગીર વયનો બાળક જાવેદ નામના વ્યક્તિ પર ધોળા દિવસે ગોળી ચલાવી દે છે. સમગ્ર ઘટના સ્થળે લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે જાવેદ નામના વ્યક્તિએ સાત મહિના પહેલા આરોપી બાળકના પિતા સાથે માથાકૂટ કરી હતી અને પિતાની મારઝુટ કરી હતી.
તેનો બદલો લેવા માટે બાળક જાવેદ પર જાહેરમાં ગોળી ચલાવી દે છે. ઘટનાના વાયરલ થઈ રહેલા સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો કે, જાવેદ નામનો એક વ્યક્તિ રસ્તા પર કોઈ દુકાનની પાસે બેઠેલો નજરે પડી રહ્યો છે. ત્યારે ત્યાં ચાર બાળકો આવે છે.
તેમાંથી એક બાળક પોતાના ખિસ્સામાંથી પિસ્તોલ કાઢીને જાવેદ પર ગોળી ચલાવી દે છે. ત્યારબાદ બાળક પોતાના મિત્રો સાથે ઘટના સ્થળેથી ફરાર થઈ જાય છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ગોળી વાગ્યા પછી જાવેદ પોતાની જગ્યાએથી હલતો નથી. તેના પરથી અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે ગોળી જાવેદને અડીને પસાર થઈ ગઈ છે.
આ ઘટના બનતા જ પોલીસ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ હતી. પોલીસ એ સીસીટીવી ફૂટેજના આધારે દરેક આરોપીઓની ધરપકડ કરી લીધી છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં જાવેદ ઈજાગ્રસ્ત થયો હતો હાલમાં તેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે.
પિતા સાથેની મારઝૂટનો બદલો લેવા માટે દીકરાએ 3 મિત્રો સાથે એક વ્યક્તિ ઉપર ગોળી ચલાવી દીધી, ત્યારબાદ થયું એવું કે – જુઓ ઘટનાના CCTV ફૂટેજ pic.twitter.com/VBx26XLox3
— GUJJU ROCKZ (@gujju_rockz) July 16, 2022
પૂછપરછ દરમિયાન જાવેદે જણાવ્યું કે, તે તેના વિસ્તારના એચ-3 બ્લોક પાસે હતો. આ દરમિયાન તેના ઓળખીતા ત્રણ છોકરાઓ ત્યાં આવે છે અને તેમાંથી એક છોકરો તેના પર ગોળી ચલાવે છે. અને ત્યારબાદ ઘટના સ્થળેથી ભાગી જાય છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે અને કલમ 307 હેઠળ કેસ નોંધ્યો છે
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment