સુરતમાં રવિવારના રોજ બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં માતાની નજર સામે 12 વર્ષની દીકરીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર ઉન પાટીયા રેશમાં નગર ખાતે રહેતા જીતુભાઈ રાઠોડ ટેક્સ્ટાઇલ માર્કેટમાં સાડી કટીંગનું કામ કરે છે.
જીતુભાઈ રાઠોડની પત્ની ઝેરોક્ષ સેન્ટરમાં નોકરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવામાં મદદરૂપ થાય છે. મળતી માહિતી અનુસાર રવિવાર હોવાના કારણે જીતુભાઈની પત્ની ફાલ્ગુનીબેન પોતાની 12 વર્ષની દીકરી કૃતિકા સાથે મોપેડ લઈને સરથાણા નેચર પાર્ક ખાતે ફરવા માટે ગયા હતા.
ત્યારબાદ માં અને દીકરી ત્યાંથી એક સંબંધીને ત્યાં સગાઈના પ્રસંગમાં જવા માટે નીકળ્યા હતા. ત્યારે ગોડાદરા આસપાસ ત્રણ રસ્તા પાસે પસાર થતા હતા. ત્યારે પૂરપાટ ઝડપે પસાર થતાં એક ડમ્પર ચાલકે મોપેડને જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ અકસ્માતની ઘટનામાં 12 વર્ષે કૃતિકા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી, જ્યારે ફાલ્ગુનીબેનને સામાન્ય ઈજા પહોંચી હતી.
અકસ્માતની ઘટના બન્યા બાદ ડમ્પર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. ઇજાગ્રસ્ત હાલતમાં કૃતિકા બેન અને ફાલ્ગુનીબેનને સ્મીમેરમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં હાજર તબીબે કૃતિકાને મૃત જાહેર કરી હતી. જ્યારે ફાલ્ગુની બેનની સારવાર ચાલી રહી છે.
સમગ્ર ઘટનાની જાણ થતા ગોડાદરા પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. દીકરીનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. મળતી માહિતી અનુસાર સુરત શહેરમાં રવિવારના રોજ અન્ય ત્રણ જગ્યાએ પણ અકસ્માતની ઘટના બની હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment