વલસાડમાં પ્રેમીએ પ્રેમિકાનું ગળુ દબાવીને તેનો જીવ લઈ લીધો, ત્યારબાદ પ્રેમીએ તળાવમાં કૂદીને પોતાનો જીવ ટૂંકાવી લીધું – જાણો શા માટે આવું કર્યું…

Published on: 11:20 am, Tue, 24 May 22

વલસાડમાં બનેલી એક રુવાડા ઉભા કરી દેનારી ઘટના સામે આવી છે. વધુ એક યુવતીએ પ્રેમ સંબંધમાં પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર વલસાડના રોણવેલ ગામમાં રહેતી એક યુવતીનો તેના પ્રેમીએ જીવ લઇ લીધો અને ત્યારબાદ પ્રેમીએ પણ પોતાનો જીવ ટૂંકાવી લીધો. આ ઘટના બન્યા બાદ ચારેબાજુ ભારે અફરાતફરી મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર સોશિયલ મીડિયાના આધારે બંને સંપર્કમાં આવ્યા હતા.

ત્યારબાદ બંને પ્રેમ સંબંધમાં બંધાયા હતા અને અંતે બંનેના પ્રેમ સંબંધનો અંત આવ્યો છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે મૃતક પ્રેમી સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર વલસાડના રોણવેલ ગામમાં રહેતી પાયલ પટેલ અને નાની સરોણ ગામના સ્મિત પટેલ વચ્ચે પ્રેમ સંબંધો હતા. પાયલ અને સ્મિતની મુલાકાત સોશિયલ મીડિયા પર થઈ હતી.

સૌપ્રથમ પાયલ અને સ્મિત વચ્ચે મિત્રતા થાય અને ત્યારબાદ બંનેની મિત્રતા પ્રેમ સંબંધમાં ફેરવાઇ ગઇ હતી. મળતી માહિતી અનુસાર 22 તારીખ ના રોજ પાયલ પટેલના પરિવારજનો વલસાડ સામાજિક પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા. આ દરમિયાન પાયલ પટેલ ઘરે એકલી હતી. ત્યારે આ વાતની જાણ થતાં સ્મિત પટેલ પાયલ પટેલને મળવા માટે પહોંચ્યો હતો.

આ દરમિયાન કોઇ કારણોસર પાયલ પટેલ અને સ્મિત પટેલ વચ્ચે માથાકૂટ થઇ ગઇ હતી. માથાકૂટ એટલી વધી ગઈ કે સ્મિત પટેલે પાયલ પટેલનું ગળું દબાવીને તેનો જીવ લઇ લીધો. અને ત્યારબાદ ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. જ્યારે પાયલના કાકી ઘરે આવ્યા ત્યારે ઘરનો દરવાજો બંધ હતો.

ત્યારબાદ પાયલના કાકી ઘરના પાછળના દરવાજાથી ઘર માં જોઈને ચેક કર્યું ત્યારે બેડરૂમમાં પલંગ પર પાયલનું મૃતદેહ જોવા મળ્યું હતું. ત્યારબાદ પાયલના કાકીએ આ ઘટનાની જાણ પાયલના માતા પિતા અને ગામના અગ્રણીઓને કરી હતી.  આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. પાયલનો જીવ સ્મિત પટેલે લીધો હોવાની આશંકાઓ પોલીસની થઈ રહી હતી.

શંકાના આધારે પોલીસે સ્મિત પટેલના ઘરે તપાસ કરી હતી. ત્યારે સ્મિત પટેલ ઘરેથી મળી આવ્યો ન હતો. ગામમાં તપાસ કરવામાં આવી ત્યારે સ્મિત પટેલની બાઈક અને મોબાઈલ તળાવના કિનારે મળી આવ્યા હતા. ત્યારબાદ પોલીસે તરવૈયાઓની મદદથી તળાવમાં સ્મિત પટેલ ના મૃતદેહની શોધખોળ શરૂ કરી હતી.

આજરોજ સવારે શોધખોળ દરમિયાન સ્મિત પટેલનું મૃતદેહ તળાવમાંથી મળી આવ્યું હતું. ત્યારબાદ પોલીસે મૃતદેહને કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને પોલીસે મૃતક સ્મિત પટેલ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "વલસાડમાં પ્રેમીએ પ્રેમિકાનું ગળુ દબાવીને તેનો જીવ લઈ લીધો, ત્યારબાદ પ્રેમીએ તળાવમાં કૂદીને પોતાનો જીવ ટૂંકાવી લીધું – જાણો શા માટે આવું કર્યું…"

Leave a comment

Your email address will not be published.


*